ગ્લેનમાર્ક અને આઈજીડી દ્વારા પ્રોજેક્ટ કવચ હેલ્ધી ચિલ્ડ્રન, હેલ્ધીયર વર્લ્ડની રાજ્યમાં રજૂઆત

708

ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી આર્મ ગ્લેનમાર્ક ફાઉન્ડેશને તેના એનજીઓ પાર્ટનર આઈજીડી સાથે ગુજરાતના ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર અને વાગરા બ્લોક્સમાં પ્રોજેક્ટ કવચની રજૂઆતની ઘોષણા કરી હતી. ‘કવચ’ શબ્દનો અર્થ છે શિલ્ડ કે જે સુરક્ષાનું પ્રતીક છે. આ કદમના ભાગરૂપે માતા અને શિશુના જીવનના વિવિધ તબક્કે અનેક ઈન્ટરવેન્શન્સ હાથ ધરવામાં આવ્યા હતા. આ ઈન્ટરવેન્શન્સથી માતૃત્વ ધારણ કરનારી અને નવી માતા બનેલી મહિલાઓ તેમજ નવજાત શિશુ અને બાળકોના ઉત્તમ સ્વાસ્થ્યને જાળવવામાં મદદ મળશે.

દુષ્યંતભાઇ પટેલ, એમએલએ, ભરૂચ એ જણાવ્યું હતું કે, “પ્રોજેકટ કવચ ના શુભારંભ માટે મારા તરફથી ગ્લેનમાર્ક ફાઉંડેશન અને આઈ જી ડી ને શુભકામનાઓ અને તેઓ આજ રીતે આગળ માતા અને શિશુસ્વાસ્થ્ય પર કર્યા કરતાં રહે.”

ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ, મિનિસ્ટર ઓફ સ્ટેટ, કો-ઓપરેશન, સ્પોટ્‌ર્સ, યુથ અને ક્લચર એક્ટિવિટીઝ (ઈન્ડિપેન્ડન્ટ ચાર્જ), ટ્રાન્સપોર્ટ (સ્ટેટ મિનિસ્ટર) એ જણાવ્યું કે, “ગુજરાતના ભરુચ જિલ્લામાં અંકલેશ્વર અને વાગરા તાલુકામાં માતા અને શિશુના સ્વાસ્થ્ય તથા નાના બાળકોના સર્વાંગી વિકાસ માટે કવચ પ્રોજેકટના શુભારંભ માટે મારી તરફથી શુભકામના.”

આ પ્રોજેક્ટનો હેતુ આ વિસ્તારોમાં સામુદાયિક સ્તરે જાણકારી અને કૌશલ્યને પ્રાપ્ત કરવાની સાથે સમુદાયો અને કેરગિવર્સની ક્ષમતા વધુ મજબૂત કરીને ૬ વર્ષ કે તેથી નાની વયના બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે. આ પ્રોજેક્ટ મોડેલ આંગણવાડીઓ સર્જવા અંગે પણ કામ કરે છે અને સાથે વધુ જોખમી ગર્ભાવસ્થાની ઓળખ કરવા અને તેના માટેના પ્રિવેન્ટિવ કદમો માટેની સેવા ઘરે ઘરે જઈને  આપવા માટે ઈનોવેટિવ મોબાઈલ ડાયગ્નોસ્ટિક કિટ્‌સ રજૂ કરે છે.

આ પ્રોજેક્ટ ગુજરાતના ગવર્નર ઓ. પી. કોહલી દ્વારા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ બી. પટેલ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ તથા સરકારના અન્ય મહાનુભાવો તેમજ સમુદાયના હિતધારકોની ઉપસ્થિતિમાં લોન્ચ કરાયો હતો. આ પ્રસંગે અગ્રીમ હરોળના આરોગ્ય કર્મચારીઓ માટેના ટ્રેનિંગ મોડ્‌યુલની રજૂઆત કરાઈ હતી કે જેથી લાંબા સમય સુધી પ્રોજેક્ટનું સાતત્ય જળવાઈ રહે. આ પ્રસંગે ગ્લેનમાર્ક અંકલેશ્વરના પ્લાન્ટ હેડ વિનય અગ્રવાલે કહ્યું હતું, ‘અમે ગ્લેનમાર્ક ફાઉન્ડેશન ખાતે માનીએ છીએ કે વધુ સ્વસ્થ વિશ્વના સ્થાપકો સ્વસ્થ બાળકો હોય છે. અમારો હેતુ ગુજરાતમાં વધુ સારી મેટરનલ અને ચાઈલ્ડ કેર માટે મૂળભૂત સેવાઓમાં પરિવર્તન માટે ઈન્ટિગ્રેટેડ અપ્રોચ આપવાનો છે.’ આઈજીડીના પવન વર્માએ કહ્યું હતું, ‘ગ્લેનમાર્ક ફાઉન્ડેશન સાથે સહયોગ સાધીને અમને ગૌરવ છે કે જેથી આરોગ્ય સેવાઓ આપી શકીશું અને જ્યાં પણ ક્ષતિ છે તે દૂર કરી શકીશું. અમે ગ્રામ્ય સ્તરે લોકોને સેવા ઉત્તમ રીતે આપવા માટે પ્રયાસ કરીશું અને પબ્લિક હેલ્થ સર્વિસ પરિપૂર્ણ કરવા તથા સમાજમાં લાંબા ગાળા માટે હકારાત્મક અસર તેના દ્વારા પહોંચે એ માટે પ્રયાસો કરીશું.’