જસદણમાં પાટીદારોના મત ભાજપને નહિ મળે : બાંભણીયા

916

જસદણ પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ-કોંગ્રેસ આ જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે પાટીદાર નેતા પણ ચૂંટણી પ્રચારમાં ઝંપલાવી રહ્યા છે. આ ચૂંટણીને લઇને પાટીદાર અગ્રણી દિનેશ બાંભણીયાએ નિવેદન આપ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે આ પેટા ચૂંટણીમાં પાટીદારોના મત ભાજપને નહીં મળે અને જો કોંગ્રેસ પણ આ દિશામાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર નહીં કરે તો તેમને પણ પરિસ્થિતિનો સામનો કરવો પડશે.

વધુમાં દિનેશ બાંભણીયાએ યુવાનોને સુચક સલાહ આપતા જણાવ્યું હતું કે લોકો સમજી વિચારીને મતદાન કરે અને ભાજપને તેના અહમને કારણે રહાવે તે જરૂરી છે.

Previous articleરાજ્યમાં કાતીલ ઠંડીથી બેના મોત
Next articleશિક્ષણમંત્રીના મતવિસ્તારમાં ચાલતી યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓની ડિગ્રી અમાન્ય ઠરતા ઘર્ષણ