અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુ-લન્સને તાળાબંધી કરવામાં આવી હતી. જેમાં પાર્કિગ મામલે સિવિલ હોસ્પિટલ ના સત્તાધિશો એ એમ્બ્યુલન્સને તાળાબંધી કરી હતી. એમ્બ્યુલન્સ સેટેન્ડ હોવા છતાં તાળાબંધી કરાઇ હતી. જેથી એમ્બ્યુલન્સ વાળા હડતાળ પર ઉતર્યા છે. તેનાથી સિવિલના દર્દીઓ પરેશાન છે. અને સરકારી એમ્બ્યુલન્સ સમયસર આવતી નથી તેવું દર્દીઓનું કહેવું છે.
આજે અમદાવાદમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતરી ગયા છે. આજે મૃતદેહ લઇ જવા માટે એમ્બ્યુલન્સ નથી તો મૃતદેહને લોડિંગ ટેમ્પોમાં લઇ જવાની ફરજ પાડવામાં આવી હતી. જો ખાનગી એમ્બ્યુલન્સને હોસ્પિટલમાં આવવું હોય તો તેણે ૫૦૦ રૂપિયા સિવિલને ભાડા પેટે આપવા પડે.
ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે આ અંગે વાત કરતા જણાવ્યું કે,’ અમદાવાદ સિવિસ હોસ્પિટલ માં ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો ર્પાકિંગની સમસ્યાને લઈ હડતાલ પર ઉતર્યા છે. તેમણે કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં પાર્ક કરેલ ખાનગી એમ્બ્યુલન્સને લોક મારી દીધા હતા. તેમજ એમ્બ્યુલન્સને પાર્ક કરવા માટે રૂ.૫૦૦ની માંગણી કરાઈ હતી. જેથી રોષે ભરાયેલા ચાલકો હડતાલ પર ઉતર્યા છે.
સ્ઁથી સારવાર અર્થે આવેલા દર્દીનું સિવિલમાં મોત નીપજ્યું હતું. વહેલી સવારથી મૃત્યુ પામેલા દર્દીને ઘરે લઇ જવા એક પણ એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન હતી.
સિવિલ પ્રશાસને કહ્યું કે સરકારી એમ્બ્યુલન્સ અન્ય રાજ્યમાં નથી જતી. બીજી બાજુ ખાનગી એમ્બ્યુલન્સની હડતાલ ચાલી રહી હતી. ૪ કલાક સુધી લાશ રઝળી હતી. પરિજનો લાશ લઈ જવા એમ્બ્યુલન્સ અને અન્ય વાહનની શોધી રહ્યાં હતા છતા એક પણ ડ્રાઈવર લાશ લઈ જવા માટે તૈયાર ન થયો


















