અનુષ્કા અને પ્રભાસ વચ્ચે ઇલુ-ઇલુ..?!!

1557

સાઉથના સુપરસ્ટાર પ્રભાસનું નામ ’બાહુબલિ’ પછી આખા દેશમાં ફેમસ થઈ ગયું છે. હાલમાં પ્રભાસ તેની આગામી ફિલ્મ સાહોની રિલીઝની સાથેસાથે સાઉથની એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી સાથેના તેના અફેરની ચર્ચાને કારણે ચર્ચાસ્પદ છે. પ્રભાસ બહુ જલ્દી  ફિલ્મમેકર કરણ જોહરના શો ’કોફી વિથ કરણ’માં જોવા મળશે. આ શોનો હાલમાં એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં પ્રભાસ, રાણા અને રાજામૌલી એકસાથે બહુ મસ્તી કરે છે અને સાથેસાથે પ્રભાસ પોતાના અફેરની ચર્ચાનો ખુલાસો પણ કરે છે. બાહુબલિ પછી પ્રભાસના ચાહકો કાગડોળે તેની નેક્સ્ટ ફિલ્મ સાહોની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયુ છે. આ પ્રભાસની બિગ બજેટ ફિલ્મ છે. હવે પ્રભાસના ચાહકો માટે એક મોટી ખુશખબરી આવી છે. હવે સાહોની રિલીઝ ડેટ સામે આવી છે.

Previous articleમાલદીવમાં હોલીડેની સાથે અલી ફઝલે રિચા ચઢ્ઢાને તેમના બીર્થડે પર સરપ્રાઈઝ આપી!
Next articleજો હું પાક. સિંગર હોત તો ભારતમાંથી મને સારી ઓફર મળતી હોતઃ સોનુ