વૃક્ષ વાવો, પાણી બચાવોના અભિયાન સાથે નિમેષ જીવરાજાણીનો ૩પ૦૦ કી.મી.નો સાયકલ પ્રયાસ

1286

નિમેષ મનસુખલાલ જીવરાજાણી દ્વારા આજરોજ તા. ૧૮-૧રને મંગળવારના રોજ જમ્મુથી કન્યાકુમારી સુધીનો ૩પ૦૦ કીલોમીટરના સાઈકલ પ્રવાસ માટે ભાવનગર નિલમબાગ ચોકના સર્કલ પાસેથી પ્રયાસ કરેલ. તેમના આ સાઈકલ પ્રવાસનો ઉદ્દેશ વૃક્ષ વાવો પાણી બચાવોનો પર્યાવરણીય હેતુ માટેનો છે. નિમેષભાઈ તેમનો આ પ્રવાસ ૧૭ દિવસ લગાતાર સાઈકલ ચલાવીને પુરો કરશે. નિમિષભાઈની મદદ માટે તેમનો મિત્ર જયમિત ત્રિવેદી સમગ્ર રૂટ પર બાઈક પર સાથે રહેશે.

આ અગાઉ નિમિષે પુર્વ ભારતના અરૂણાચલ પ્રદેશ કરીને કચ્છના નારાયણ સરોવર સુધીનો સાયકલ પ્રયાવસ ૩૮૭૬ કિલોમીટરનો કરેલ અને લીમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવેલ છે. નિમિષભાઈને તેના સાઈકલ પ્રવાસને લીલી ઝંડી આપવા મેયર મનભા મોરી, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન યુવરાજસિંહ, ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ તથા દાસ પેંડાવળા બૈજુભાઈ મહેતા ખાસ હાજર રહેલ અને શુભેચ્છા પાઠવેલ.

આ પ્રવાસ માટે નિમિષભાઈને ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ, દાસ પેંડાવાળ બૈજુભાઈ, લોહાણા હાલાઈ લોહાણા મહાજન, તંબોલી કાસ્ટીંગ, સ્ટીલકાસ્ટ લી., મનુભાઈ ગાંઠીયાવાળ, જયેશભાઈ ધોળકીયા (સિહોર), ચિત્રા જીઆઈડીસી એસોસિએશન નિખિલભાઈ ગુપ્તા, સચદેવા રોલીંગ મિલ, પરાશક્તિ ટીએમટી, મધુસીલીકા, યુથ હોસ્ટેલ અને જય જલારામ ડ્રેસીસ તરફથી સૌજન્ય પ્રાપ્ત થયેલ.

Previous articleરાજુલાના મોટાઆગરીયા ગામે લોક દરબાર યોજાયો
Next articleસિહોર વકીલ મંડળના પ્રમુખ સહિત હોદ્દેદારો બિનહરિફ ચૂંટાઈ આવ્યા