રાજુલા શહેરમાં ફીશરમેન ભાઈઓ બહેનો માટે એક સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવેલ હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભાવનાબેન બાંભણીયા, મહિલા લીડર હોમગાર્ડ, યુનિટ હેડ વર્ષાબેન પટેલ, બશીર જામનગર પધારેલ. જેનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન ભાવનાબેન બાંભણીયાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ. બાદમાં દરેકને ભારત સરકાર તરફથી કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. તાલીમ વર્ગને સફળ બનાવવા માટે મંત્રી કંચનબેન ચૌહાણ જાફરાબાદવાળાએ સારી ઝુંબેશ ઉઠાવેલ. અધિકારી અને પદાધિકારીઓ હાજર રહ્યાં હતા.



















