૩૧ ડીસેમ્બર પહેલા પોલીસે હુકકાબાર ઝડપ્યુ

610

સોલા પોલીસે ઓગણજ ગામ પાસે આવેલા કોમ્પ્લેક્ષમાંથી હુક્કાબાર ઝડપી પાડ્‌યું છે. પોલીસે અલગ અલગ ફ્‌લેવરના હુક્કા સહિતનો મુદ્દામાલ કબજે કરી હુકકાબાર ચલાવનાર જતીન પટેલ અને પરેશ વાઘેલા નામના બે શખ્સની ધરપકડ કરી છે.

સોલા પોલીસને બાતમી મળી હતી કે ઓગણજથી લપકામણ રોડ પર નવા બનતા કોમ્પ્લેક્સની એક ઓફિસમાં હુક્કાબાર ચાલી રહ્યું છે. જેના આધારે પોલીસે દરોડો પાડ્‌યો હતો.

પોલીસે અલગ અલગ ફ્‌લેવરના હુક્કા, ફ્‌લેવરો સહિતની સામગ્રી કબ્જે કરી હતી. પોલીસે મુદ્દામાલ એફએસએલમાં મોકલી વધુ તપાસ શરૂ કરી છે.

Previous articleજસદણ પેટાચુંટણી : આજે ભારે ઉત્તેજના વચ્ચે રિઝલ્ટ
Next articleઅમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને શેત્રુંજય ડેમ સુધી પહોંચવા સી-પ્લેન શરૂ થશે