પ૦ વિદ્યાર્થી ભરેલી બસ ૩૦૦ ફૂટ ઉંડી ખાઈમાં ખાબકતા ૩ ના મોત

747

ડાંગ જીલ્લાનાં બરડીપાડા પાસે સુરત શહેરનાં અમરેલી વિસ્તારનાં ખાનગી કલાસીસનાં ૫૦ જેટલા વિદ્યાર્થી હતા જેમાંથી ૩ વિદ્યાર્થી નાં મોત થયાં છે. અકસ્માતની જાણ થતાં તાપી અને ડાંગ જિલ્લાનું તંત્ર દોડતું થયું હતું.

૫૦ વિદ્યાર્થીઓ ભરેલી બસ ૩૦૦ ફૂટ ઊંડે ખીણમાં ખાબક્તાં ખીણ વિસ્તાર વિદ્યાર્થીઓની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્‌યો હતો.

બસના ખીણમાં પડતાં એટલો મોટો ધડાકો થયો હતો કે, આસપાસના ગામડાંમાં રહેતા લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. ગામના યુવાનોએ ખીણમાં નીચે ઉતરી જઈને તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ બાજુ સુરત શહેરના જે ખાનગી ક્લાસના વિદ્યાર્થીઓ ફરવા ગયા હતા તેમના વાલીઓને આ ઘટનાની જાણ થતાં તેઓ ચિંતામાં સરી પડ્‌યા હતા. ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે નજીકમાં વ્યારા અને સોનગઢની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે. હજુ કુલ કેટલા ઘાયલ થયા છે અને કેટલાનાં મોત થયા છે તેની પુરતી વિગતો પ્રાપ્ત થઈ નથી.

Previous articleઅમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને શેત્રુંજય ડેમ સુધી પહોંચવા સી-પ્લેન શરૂ થશે
Next articleમાયાબેન કોડનાની મહિલા સંમેલનમાં સ્ટેજ પર દેખાતા રાજકીય સક્રીય થવાની ચર્ચા