મહેસાણા બસ હાઈજેક કરી લૂંટના ૧૭ આરોપી ઝડપાયા

1201

મહેસાણા પોલીસની સૌથી મોટી સિદ્ધિ સામે આવી છે. મહેસાણામાં એસટી બસ હાઈજેક કરીને લૂંટનો મામલામાં મહેસાણા ન્ઝ્રમ્એ લૂંટારૂ ટોળકીના ૧૭ શખ્સને ઝડપ્યા છે. મહેસાણા એલ સી બી,એસ ઓ જી અને મહેસાણા જિલ્લા પોલીસે દિવસ રાત દોડી ને આરોપી પકડ્‌યા છે. તમને જણાવી દઇએ કે, આરોપીઓએ મહેસાણા વોટર પાર્ક પાસેથી બસને હાઇજેક કરી લૂંટ ચલાવી હતી.

મહેસાણા-નંદાસણ હાઈવે પર વોટરપાર્ક નજીક ૬ ડિસેમ્બરે એસટી બસને હથિયારબંધ લૂંટારુએ હાઈજેક કરી હતી. ડ્રાઈવરના લમણે રિવોલ્વર મૂકીને બસ રોડની સાઈડમાં ઊભી રખાવીને ૩ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ૫ થેલા લૂંટી ૧૦ લાખથી વધુની લૂંટ ચલાવી હતી. પરંતુ આ લૂંટ ૧ કરોડથી વધુની હોઈ શકે છે. તેવું માનવામાં આવી રહ્યું હતું.

આંગડિયા પેઢીના કર્મચારીની ફરિયાદ બાદ પોલીસે કિંમતી હીરા, સોના અને ચાંદીના ઘરેણાં સહિત રૂ.૧૦ લાખથી વધુની લૂંટનો ગુનો દાખલ કર્યો હતો. લૂંટ કરનાર લોકોએ બંદૂકની અણીએ બસને બાજુમાં ઉભી રખાવી આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કિંમતી ઘરેણા, હીરા, રોકડ ભરેલા ૫ થેલાની લૂંટ ચલાવી હતી. લૂંટ બાદ લૂંટારાઓ એક કારમાં મહેસાણા તરફ ફરાર થઈ ગયા હતા.

૬ ડિસેમ્બર ગુરુવારે સાંજે આસરે છ વાગ્યાની આસપાસ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ જ્યારે મહેસાણા નંદાસણ હાઇવે પર વોટરપાર્ક નજીક પસાર થઈ રહી હતી ત્યારે લૂંટારુોઓએ ડ્રાઇવરના લમણે રિવોલ્વર મૂકી દીધી હતી. અને બસને બાજુમાં ઉભી રાખી દેવાનો આદેશ કર્યો હતો.

Previous articleજિલ્લામાં ખેતીની જમીન ઉપર બનેેલી હોટલોે બંધ કરાવી દેવાશે
Next articleસ્વપ્નદર્શી પર્વનો શિક્ષણમંત્રીના હસ્તે પ્રારંભ