પીએમ મોદી ગુજરાતમાં ફરી બે દિવસ ચુંટણી પ્રચાર કરશે

1472
guj1122017-7.jpg

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર જારી રાખવા માટે સજ્જ થયેલા છે. હવે ત્રીજી અને ચોથી ડિસેમ્બરના દિવસે ફરીએકવાર આક્રમક પ્રચાર કરવા પહોંચી રહ્યા છે. મોદી ત્રીજીએ ભરુચ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં વિકાસ રેલીઓ કરશે જ્યારે ચોથીએ ધરમપુર, ભાવનગર, જુનાગઢ અને જામનગરમાં રેલીઓ કરશે. આ રેલી દરમિયાન મોદી પોતાના આક્રમક અંદાજમાં સરકારની વિકાસ કામગીરી અને કોંગ્રેસ પાર્ટીની વર્ષોની નિષ્ફળતાઓનો મુદ્દો ફરીએકવાર રજૂ કરશે. રાજયમાં આગામી ૯ ડિસેમ્બરના રોજ પહેલા તબકકાની ૮૯ બેઠકો માટે મતદાન પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે એવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૩ અને ૪ ડિસેમ્બરના રોજ ફરી એક વખત પહેલા તબકકાના પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલા સાત જેટલી જાહેરસભાને સંબોધવા રાજયની મુલાકાતે આવી પહોંચશે.
આ અંગે મળતી માહિતી અનુસાર,રાજય વિધાનસભાની બે તબકકામાં ૯ અને ૧૪ ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.તેવા સમયે પ્રથમ તબકકામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો  ઉપર યોજાનારી ચૂંટણી માટે પ્રચાર અને પ્રસાર કાર્ય હાલ ચરમસીમા ઉપર પહોંચ્યુ છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ માસમાં ૨૭ અને ૨૯ નવેમ્બર
 એમ બે દિવસ રાજયના વિવિધ મત વિસ્તારોમાં પ્રચાર પ્રવાસ પુરો કરી ગયા બાદ ફરી એક વખત ૩ અને ૪ ડિસેમ્બરના રોજ રાજયમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે.મળતી માહિતી અનુસાર,પ્રધાનમંત્રી તેમના આ બે દિવસના પ્રવાસમાં કુલ મળીને સાત જાહેરસભાઓને સંબોધિત કરશે.જેમાં ૩ ડિસેમ્બરના રોજ ભરૂચમાં સવારે ૧૦.૩૦ કલાકે,સુરેન્દ્રનગરમાં બપોરે ૧૨.૩૦ કલાકે, અને રાજકોટમાં સાંજે ૭.૩૦ કલાકે જાહેરસભાને સંબોધિત કરશે.આ દરમિયાન અમદાવાદ ખાતે સાંજે પાંચ કલાકે એસજીવીપીમાં શ્રી જોગી સ્વામી હોલીસ્ટીક હોસ્પિટલનુ ઉદ્દઘાટન પણ કરશે.૪ ડિસેમ્બરના રોજ ધરમપુર ખાતે સવારે ૧૦ કલાકે જાહેરસભાને સંબોધિત કરશે.ભાવનગરમાં બપોરે ૧૨ કલાકે જાહેરસભાને સંબોધિત કરશે.જૂનાગઢ ખાતે બપોરે ૨ કલાકે જાહેરસભાને સંબોધિત કરશે જ્યારે જામનગરમાં સાંજે ૪ કલાકે જાહેરસભાને સંબોધિત કરશે.
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે પત્રકાર પરિષદમાં કહ્યુ કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતમાં ખૂબ જ પ્રેમ,સ્નેહ અને આશીર્વાદ પ્રાપ્ત થયા છે તે અદ્દભૂત છે.ચાર ચાર દશક સુધી દેશની સત્તા ભોગવનાર કોંગ્રેસ પાર્ટી આજે પણ કોઈ વિષયમા જવાબ આપવા સક્ષમ નથી.તેમણે વધુમા કહ્યુ કે,૨૨ વર્ષના ભાજપના સુશાસન પહેલા કોંગ્રેસના શાસનમાં રથયાત્રામાં હુલ્લડો થયા હતા.કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દયનીય હતી.ખેતીની હાલત ખરાબ હતી ઉપરાંત નર્મદા યોજનાને અટકાવવાનુ મહાપાપ કોંગ્રેસે કર્યુ હતુ. કોંગ્રેસ પાર્ટી પાસે કોઈ નેતા નથી કે નથી નેતૃત્વ અને તેમના નીતિકાર પણ લોકોને ભરમાવવા માટે દેશના સંવિધાનની ખોટી વ્યાખ્યા કરે છે અને મીડિયાનો સામનો કરી શકવાની તેમની હિંમત નથી.તેમણે કહ્યુ કે,કોંગ્રેસ કંઈક જુદુ બોલે છે,કંઈક જુદુ કરે છે અને કંઈક જુદુ દેખાડે છે.જયારે ભાજપા લોકતંત્રમાં આસ્થા રાખે છે.ઉપરાંત તેમનુ નેતૃત્વ હરહંમેશ દેશની જનતા સાથે અને પાર્ટીના કાર્યકર સાથે સતત સંપર્કમા રહી સંવાદ કરે છે.વડાપ્રધાને દિવાળી પછી લાભપાંચમના દિવસે મંડલના કાર્યકરો સાથે સીધી ટેલિફોન વાત કરીને સંવાદ કર્યો હતો.ભાજપા મહિલા સશકિતકરણ માટે હંમેશા કાર્યરત છે અને પ્રયત્નશીલ છે.સરકાર તેમજ સંગઠનમાં એમની ભાગીદારી સુનિશ્ચિત કરવા તત્પર રહે છે.સામાજીક સશકિતકરણમાં મહિલાઓની પ્રમુખ ભૂમિકા છે.ગુજરાત મહિલા મોરચા દ્વારા મંડલ સ્તરની લગભગ ૫૦૦૦થી વધુ મહિલાઓનો ૧ ડિેસેમ્બરના રોજ સાંજે ૪.૩૦થી ૫.૦૦ કલાક સાંજે નરેન્દ્ર મોદી એપના માધ્યમથી સીધો સંવાદ યોજાશે.ભાજપા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય તેમા માને છે અને ટેકનોલોજીના માધ્યમથી જુદા-જુદા કાર્યક્રમો યોજે છે.

નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ
નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર જારી રાખવા માટે સજ્જ થયેલા છે. મોદીનો કાર્યક્રમ નીચે મુજબ છે.
ત્રીજી ડિસેમ્બર
• સવારે ૧૦.૩૦ વાગે ભરુચમાં
• બપોરે ૧૨.૩૦ વાગે સુરેન્દ્રનગરમાં
• સાંજે ૭.૦૦ વાગે રાજકોટમાં
ચોથી ડિસેમ્બર
• સવારે ૧૦.૦૦ વાગે ધરમપુરમાં
• બપોરે ૧૨.૦૦ વાગે ભાવનગરમાં
• બપોરે ૨.૦૦ વાગે જુનાગઢમાં
• સાંજે ૪.૦૦ વાગે જામનગરમાં

Previous articleવીજળી ખરીદી દ્વારા ખાનગી કંપનીઓને માલામાલ કરાઈ
Next articleગુજરાતમાં ભાજપને ૧૧૦ બેઠકો મળવા માટે મત રજૂ