ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થવાના સંકેત

840

ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો થવાના સંકેત મળી રહ્યા છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે જેથી લોકોને ઠંડીમાં રાહત મળશે. તાપમાનમાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે. આજે નલિયામાં લઘુત્તમ તાપમાન ૭.૪ ડિગ્રી રહ્યું હતું. આજે પણ રાજ્યના કેટલાક ભાગોમાં પારો ૧૦થી નીચે રહ્યો હતો જેમાં કંડલા એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. કંડલા એરપોર્ટ ખાતે પારો ૭.૪ ડિગ્રી રહ્યો હતો. અમદાવાદ શહેરમાં આજે લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૦.૬ ડિગ્રી અને ડિસામાં ૧૨.૨ ડિગ્રી તાપમાન રહ્યું હતું. લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હોવા છતાં લોકો સાવચેતીના પગલારૂપે ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાયા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ તીવ્ર ઠંડીથી લોકોને રાહત મળી શકે છે. હવામાનના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસના ગાળા દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. આજે કોઈપણ પ્રકારની કોલ્ડવેવની ચેતવણી પણ જારી કરાઈ ન હતી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવ રહેતા લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા અને લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ  નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આંશિકરીતે વધ્યું હોવા છતાં દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો રહેતા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાયા હતા. ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ  વસ્ત્રોના બજારમાં જોરદાર તેજી જામી છે. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં હજુ પણ બે ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. હવામાન વિભાગ તરફથી કોલ્ડવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે.

Previous articleકોમ્પ્લેક્ષમાં આગ લાગતા અફડાતફડી
Next articleઅમરેલી  ખાતે યોજાયું ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનું ભગીરથ મહા સંમેલન