મુંબઈઃ ચેમ્બુરના બહુમાળી એપાર્ટમેન્ટમાં આગ લાગી, ઘણા પરિવારો ફસાયા

655

મુંબઈમાં ચેમ્બુરના બહુમાળી સરગમ એપાર્ટમેન્ટમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. ઈમારતના ૧૪માં માળે આગ લાગી છે. આગના કારણે ઘણા પરિવારો ફસાયા હોવાની માહિતી  સામે આવી રહી છે. ઘટના સ્થળે ફાયરબ્રિગેડની સાત ગાડીઓ પહોંચી ગઈ છે. આ આગમાં કોઈ જાનહાની થવા પામી નથી. ઉલ્લેખનિય છે કે, છેલ્લા ચાર દિવસમાં મુંબઈમાં ચોથો મેજર આગ લાગવાનો બનાવ બન્યો છે.

Previous articleન્યૂ યર પહેલા મનાલીમાં બરફ વર્ષા, સ્વર્ગ જેવો નજારો મળ્યો જોવો
Next articleત્રિપલ તલાક બિલ પાસ : સરકાર- વિપક્ષ આમને-સામને