તમન્ના વધુ ફિલ્મોમાં ભૂમિકા કરવા  તમિળ-તેલુગુ શિખી ચુકી

1172

બાહુબલી અને બાહુબલી-૨ જેવી ફિલ્મોમાં કામ કરીને લોકપ્રિયતા મેળવી ચુકેલી તથા પોતાની અલગ ઓળખ ઉભી કરી ચુકેલી તમન્ના ભાટિયા હાલમાં કુલ છ ફિલ્મોમાં કામ કરી રહી છે. જેમાં એક હિન્દી, ત્રણ તેલુગુ અને બે તમિળ ફિલ્મનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતની સૌથી મોટી સ્ટાર તરીકે તે રહી છે. હિન્દી ફિલ્મ ખામોશીમાં તે કામ કરી રહી છે. જેમાં તેન સાથે પ્રભુ દેવા દેખાશે. તે દક્ષિણ ભારતની વધુને વધુ ફિલ્મ કરવા માટે તમિળ અને તેલુગુ ભાષા શિખી ચુકી છે. બાહુબલી ફિલ્મ માટે તમન્નાએ તલવારબાજી અને ઘોડેસવારી પણ શિખી હતી. એસએસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી અને બાહુબલી-૨ ફિલ્મમાં કામ કરનાર અભિનેત્રી તમન્નાએ એ વખતે પોતાના રોલ મુજબ તલવારબાજી શિખી હતી. ઘોડેસવારી પણ શિખી હતી. તમન્નાએ કહ્યુ છે કે તે તલવારવાર બાજી શિખી ચુકી છે. તે અવંતિકાના રોલમાં નજરે પડી હતી. જે યોદ્ધાના રોલમાં હતી. તેનુ કહેવુ છે કે ફિલ્મમાં તેનો પરિચય એક્શન સિક્વન્સ સાથે થાય છે. આના માટે તલવારબાજી આવડે તે જરૂરી હતુ. ફાઇટમાસ્ટર પીટચર હેન મારફતે ટ્રેનિંગ લીધી હતી. તેને એ વખતે ખબર પડી કે આના માટે બાજુમાં તાકાત જરૂરી છે. ફુટવર્ક પણ ખુબ જરૂરી હોય છે. એ વખતે તેને ખબર પડી કે કોઇ પણ સારા ડાન્સર સારા ફાઇટર તરીકે બની શકે છે.

ફિલ્મોમાં એક્શન સિક્વન્સ ડાન્સિંગની જેમ જ કોરિયોગ્રાફ કરવામાં આવે છે. તમન્ના ભાટિયા કહે છે કે તે મેટલની તલવાર સાથે ટ્રેનિંગ મેળવી ચુકી છે. તે તલવાર હાઇટ અને વજનને ધ્યાનમાં લઇને પસંદ કરવામાં આવી હતી. તલવારબાજી શિખી લેતી વેળા કોઇ ઇજા ન થાય તે બાબત ખુબ જરૂરી હતી. તમન્ના ભાટિયાન નવી તમામ ફિલ્મો વર્ષ ૨૦૧૯માં રજૂ કરવા માટેની યોજના રહેલી છે. તમન્ના ભાટિયા હાલમાં કુલ છ ફિલ્મોમાં કામ કરી રહી છે. જેમાં એક હિન્દી, ત્રણ તેલુગુ અને બે તમિળ ફિલ્મનો સમાવેશ થાય છે.

Previous articleક્રિષ-૪માં પ્રિયંકા ચોપરાની જગ્યા લેશે કૃતિ
Next articleસાઉથ સુપર સ્ટાર મહેશ બાબૂનાં બે બેંક ખાતા સીલ