સચિવાલય સ્ટેનોગ્રાફર્સ એસોસિએશન દ્વારા ૨૨ થી ૨૪ ડિસેમ્બર-૨૦૧૮ એમ ત્રિદિવસીય ઉદયપુરનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો. જેમાં ૨૨ જેટલા પરિવારોએ માણ્યો હતો. પહેલા દિવસે ઉદયપુર લોકલ સાઇટસીન,ફતેહસાગર, બીજા દિવસે શ્રીનાથજી, હલ્દીઘાટી અને કુંભલગઢ અને છેલ્લા દિવસે જયસંમદ કેસરિયાજી અને શામળાજી જેવા સ્થળોને મનભરીને માણ્યા હતા.
સમગ્ર પ્રવાસના આયોજનમાં પ્રમુખ અશ્વિનભાઇ ગાંધી, મહામંત્રી વત્સલ વોરા, સહમંત્રી હરેશભાઇ સોની અને આંતરિક ઓડિટર અજયભાઇ રાણા તેમજ શ્રીમતી દિપીકાબેન ઠાકરે ખૂબ જ સુંદર ભૂમિકા ભજવી હતી. આ ૫૬ પ્રવાસીઓમાં ૬ મહિનાથી માંડીને ૭૨ વર્ષ સુધીના પ્રવાસીઓએ ખાસ ભાગ લીધો હતો.


















