પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. દ્વારા વીજ સલામતી અને ઉર્જા બચત સપ્તાહની ઉજવણી નિમિત્તે આજે ઉર્જા બચત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાવડીગેટ પાવર હાઉસ ખાતેથી નિકળેલી રેલીને વીજ કંપનીના અધિક્ષક ઈજનેરે પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ બેનરો સાથે જોડાયા હતા અને વિવિધ માર્ગો પર ફરીને લોકોને ઉર્જા બચતનો સંદેશ આપ્યો હતો.