સુશાંત અને શ્રદ્ધા એક સાથે નવી ફિલ્મમાં રહેશે : રિપોર્ટ

783

શ્રદ્ધા કપુર હાલમાં કેટલીક નવી ફિલ્મમાં કામ કરી રહી છે. તમામ ફિલ્મો વર્ષ ૨૦૧૯માં રજૂ કરવામાં આવનાર છે. તેની પાસે જે ફિલ્મ હાથમાં છે તેમાં સાઇના નહેવાલ પરની ફિલ્મ ઉપરાંત, પ્રભાસ સાથેની સાહો અને સુશાંત સાથેની છીછોરે ફિલ્મનો સમાવેશ થાય છે. છીછોરે ફિલ્મ ૩૦મી ઓગષ્ટના દિવસે રજૂ કરાશે. કેટલાક સમયથી અભિનેત્રી શ્રદ્ધા કપુર ફિલ્મોમાં નજરે પડી રહી નથી. ફિલ્મોમાંથી  ગાયબ છે. તે છેલ્લે અપૂર્વ લાખિયાની ફિલ્મ હસીના પારકરમાં નજરે પડી હતી. હવે દંગલ ફેઇમ નીતેશ તિવારી તેને પોતાની આગામી ફિલ્મમાં લેવા માટે નિર્ણય કરી ચુક્યા છે. ફિલ્મનુ શુટિંગ ચાલી રહ્યુ છે. છીછોરે નામની આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે.  રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ફિલ્મમાં શ્રદ્ધા કપુર મુખ્ય રોલ અદા કરનાર છે. સુશાંત સિંહ રાજપુત પણ કામ કરી રહ્યો છે. ફિલ્મના નિર્માતા તરીકે કોણ રહેશે તેને લઇને ચાલી રહેલી ચર્ચાનો અંત આવી ગયો છે. ફિલ્મના નિર્માતા તરીકે સાજિદ નડિયાદવાળા રહેનાર છે.

Previous article“કોકા” મ્યુઝીક વીડિયોમાં નજરે ચડશે આલંક્રિતા સહાય
Next articleહેટ સ્ટોરી -૪ બાદ ઉર્વશીને વધુ એક ફિલ્મ મળી ગઇ છે