ગુજરાતને સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રે ન્યુફેક્ચરિંગ હબ બનાવવા સેમિનાર

1168

વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯માં ગુજરાતને સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રે મેન્યુફેક્ચરીંગની દિશામાં લઈ જવા માટે સેમિનાર યોજવામાં આવશે. સ્થાનિક કક્ષાએ ઉત્પાદન કરીને સંરક્ષણના સાધનો પર આયાત ખર્ચ ઘટાડવાનો કેન્દ્ર સરકારે ઉદ્દેશ રાખ્યો છે. આ માટે ’મેક ઇન ઇન્ડિયા’ અભિયાન સાથે એફડીઆઈ નીતિનું ઉદારીકરણ, ઔદ્યોગિક લાઇસન્સિંગ પ્રક્રિયાઓની સરળતા અને સંયુક્ત સાહસ માટે ૫૧% ના એકમાત્ર ભારતીય માલિકીની આવશ્યકતાને દૂર કરી છે, એટલું જ નહીં, સરકારે ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પ્રોસીજર (ડીપીપી ૨૦૧૬) જેવી નિષ્ક્રીય નીતિ સુધારીને વિદેશી ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ ર્(ંઈસ્) ના સહયોગથી આજે આ ક્ષેત્રના ઉદ્યોગોમાં રસ ઉત્પન્ન થયો છે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – ૨૦૧૯માં કેન્દ્રીય રક્ષામંત્રી નિર્મલા સીતારામન અને કેન્દ્ર સરકારના સંરક્ષણ સાધનોના ઉત્પાદન વિભાગના સચિવની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તારીખ ૧૮ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ ‘ઓપર્ચ્યૂનિટીઝ ફોર ઈન્ડસ્ટ્રી ઈન ડિફેન્સ એન્ડ એરોસ્પેસ’ વિષય પર વિશેષ સમિનારનું આયોજન કરાશે. ભારતમાં સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રમાં ઉભરતી તકો વિશે ચર્ચા-વિચારણા કરવા માટે કેન્દ્ર સરકારના વરિષ્ઠ નીતિ નિર્માતાઓ, સંરક્ષણ ક્ષેત્રના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને શિક્ષણજગતના નિષ્ણાતોને એકમંચ ઉપર લાવવામાં આવશે.

એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરમાં ગુજરાતની ભૂમિકાની વિગત આપતાં ગુજરાત સરકારના ખાસ સલાહકાર અને પરમ વિશિષ્ઠ સેવા મેડલ, અતિ વિશિષ્ઠ સેવા મેડલ અને વિશિષ્ઠ સેવા મેડલથી સન્માનિત નિવૃત્ત એર માર્શલ આર.કે.ધીરે જણાવ્યું હતું કે, “મેક ઇન ઈન્ડિયા” પહેલના ભાગરૂપે ગુજરાતમાં સંરક્ષણ-ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે એરોસ્પેસ અને ડિફેન્સ પોલિસી – ૨૦૧૬ ને જાહેર કરી છે.

ગુજરાતના એન્જીનીયરીંગ ઉદ્યોગની આંતરિક શક્તિ તેમજ મોટી સંખ્યામાં સ્જીસ્ઈ એકમોની હાજરીને ધ્યાનમાં રાખીને પોલીસીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનાથી સંરક્ષણ ઑફસેટ આવશ્યકતાઓ માટે વધુ સપ્લાય કરી શકાય છે. એરોસ્પેસ અને ડિફેન્સ મેન્યુફેકચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે વિશેષ સલાહકારની નિમણૂંક કરનારું દેશભરમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે.

Previous articleદીવ અને દમણ વચ્ચે મે મહિનાથી ફેરી સર્વિસ શરૂ થશે : ૪૦૦ કિમીનું અંતર ઘટશે
Next articleલો બોલો ! ઉત્તરાયણનો આનંદ માણવા હવે ધાબા પણ ભાડે મળશે !