ઋષિવંશી સમાજ દ્વારા શ્વાન માટે ૧૦ મણ લાડુ બનાવ્યા

676

ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા સેક્ટર-૨-સી ખાતે ગોપી મહિલા મંડળ દ્વારા કુતરા માટે ૧૦ મણ લાડુ બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૨ વર્ષથી સેવાકીય કાર્ય સાથે સંકળાયેલા સમાજના પ્રમુખ હેમરાજભાઇ પાડલિયા, નિકુલભાઇ વાઘેલા, જયશ્રીબેન વાઘેલા, મેપાભાઇ, મધુબેન સહિતે સેવાકાર્યમાં સહયોગ આપ્યો હતો. ઉપરાંત સમાજ દ્વારા ગાયોને ૫ મણ ઘાસ, કબુતરોને ૫ મણ જુવાર નાંખવામાં આવી હતી. વધુમાં વૃદ્ધાશ્રમમાં ભોજન આપવામાં આવ્યું હતું.

 

Previous articleપરીક્ષાર્થીઓને લઈ જતી ST બસનો ડ્રાઇવર પીધેલી હાલતમાં ઝડપાયો
Next articleનરોડામાં પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પટકાતા સગીરનું મોત