LRD પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ માટે અનોખી વ્યવસ્થા

506

પાલીતાણામાં ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ પાલીતાણા દ્વારા લોક રક્ષક દળની પરીક્ષા નિમિતે બહારના જીલ્લા અને તાલુકા માંથી આવેલા વિધાર્થી ભાઈઓ/બહેનો માટે ફ્રીમાં રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં પાલીતાણા, જેસર, ગારીયાધાર, તળાજા, સિહોર એમ પાંચ તાલુકામાં પરીક્ષા માટે નબર આવેલા વિધાર્થીઓને રહેવા અને જમવાની વ્યવસ્થા ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ પાલીતાણાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં  ૭૫ વિધાર્થીઓ એ કાર્ય નો  લાભ લીધો હતો અને ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ સમાજના આવા સરસ  કાર્યો કરતુ રહે તેવી શુભકામનાઓ ભીમ બ્રિગેડ યુવા ગ્રુપની ટીમને પાઠવી હતી અને કાર્યને બિરદાવ્યું હતું

Previous articleલોકરક્ષક દળની ૯ હજાર ૭૧૩ જગ્યા માટે આઠ લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી
Next articleદામનગરમાં એસટીની બેધારી નીતિ સામે લોકોમાં નારાજગી