પાલીતાણાના વીરપુર ગામેથી ઈંગ્લીશ દારૂ સાથે ૧ ઝડપાયો

769

આજરોજ એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર  સુચનાથી  સ્ટાફના હારિતસિંહ ચૌહાણ, જગદીશભાઇ મારૂને મળેલ સંયુક્ત બાતમી આધારે  અજયભાઈ પ્રેમજીભાઈ ગોહિલ રહેવાસી વીરપુર તા. પાલીતાણાના રહેણાંકી મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ – ૨૬  કી. કી. ૭૮૦૦/- તથા મોબાઈલ ફોન-૧ મળી કુલ રૂપિયા ૧૨૮૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને  ઝડપી પાડી તેના વિરુધ્ધમાં પ્રોહી એકટ તળે કાર્યવાહી કરી ધરપકડ કરી તેના વિરુધ્ધ માં એસ.ઓ.જી. ના હારિત સિંહ ચૌહાણ એ  પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

Previous articleસાયબર ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન અંગે એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ
Next articleરાણપુર પંથકના લોકોને હવે પાણી માટે વલખા નહી મારવા પડે