બોલિવુડના દિલફેંક આશિક રણબીર કપુરના દિવાનાઓની કમી નથી. આ જ કારણસર રણબીર કપુર પોતે પણ કોઇ જગ્યાએ રોકાતો નથી. હાલમાં આલિયા ભટ્ટ રણબીર કપુરના પ્રેમમાં છે. જો કે રણબીર કપુરના પ્રેમમાં કેટલીક અભિનેત્રીઓ હજુ પણ રહેલો છે. જેમાં હવે બોલિવુડની નવી અભિનેત્રી લેલા તૃપ્તિ ડિમરીનો સમાવેશ થાય છે. એકતા કપુર અને ઇમ્તિયાજ અલીની ફિલ્મ લૈલા મજનુની અભિનેત્રી તૃપ્તિ કહે છે કે તે બોલિવુડ કેરિયરને લઇને સંપૂર્ણ સંતુષ્ટ છે. પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન એક ઇન્ટરવ્યુમાં તૃપ્તિએ કહ્યુ હતુ કે તે રણબીર કપુરને ખુ પસંદ કરે છે. તેનુ કહેવુ છે કે વાસ્તવિક જીવનમાં તેનુ દિલ માત્ર રણબીર કપુર માટે જ ધડકે છે. તેનુ કહેવુ છે કે તે રણબીર કપુરને ખુબ પસંદ કરે છે. રણબીર કપુરના કામથી પણ તે ખુબ પ્રભાવિત છે. તેનુ કહેવુ છે કે તે ફિલ્મના રોલમાં ડુબી જાય છે. દરેક ફિલ્મમાં તે બિલકુલ અલગ નજરે પડે છે. જે ફિલ્ડમાં તે કામ કરવા જઇ રહી છે તે ફિલ્ડમાં તેના માટે રણબીર તેના માટે ભગવાન સમાન છે. તે રણબીર કપુરની એવી ચાહક છે જે તેને જોઇને ખુશ થાય છે. તેના દિલફેંક વ્યવહાર અને કેટલીક સ્ટાર સાથે સંબંધને લઇને તે ખુશ છે. તેનુ કહેવુ છે કે એક દિવસ તેનુ પણ નંબર આવે તેમ તે ઇચ્છે છે. તે સારી બાબતને લઇને આશા રાખે છે. રણબીર કપુર સોશિયલ મિડિયા પર કોઇ એકાઉન્ટ નથી ધરાવતો.

















