પીપાવાવ પોર્ટ પર જુગાર રમતા ૫ શખ્સો ૪૯ લાખના મુદ્દામાલ સાથે ઝબ્બે

1005

આજરોજ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ.આર.કે. કરમટા  તથા ટીમે પીપાવાવ પોર્ટમાં આવેલ એ.પી.એમ. ટર્મીનલની એમ.ટી.ઓ. ઓફીસની બાજુમાં જાહેરમાં જુગાર રમતાં પાંચ  ઇસમોન જીતેન્દ્રભાઇ ગોપાલભાઇ સચાણીયા રહે.વીકટર તા.રાજુલા, હરેશભાઇ બાબુભાઇ વાળા રહે.કોટડી તા.રાજુલા, યુનુસભાઇ બચુભાઇ ગાહા રહે.ડુંગર તા.રાજુલા, ઇરફાનભાઇ સતારભાઇ સોરઠીયા રહે.રાજુલા, હિતેષભાઇ મીઠાભાઇ ધુરકા રહે.રાજુલા ઝડપી લીધા હતાં.

ઉપરોકત પાંચેય આરોપીઓ પાસે રોકડ રકમ રૂા.૧૧૭૯૦ /- મોબાઇલ નંગ-૦૬ કિ.રૂા.૩૦,૦૦૦/-  તથા ગંજીપત્તાના પાના  તથા ઇનોવા કાર નંગ-૦૪ કિરૂા.૪૯,૦૦, ૦૦૦/- સાથે કુલ મુદામાલ રૂા.૪૯,૪૧,૭૯૦/- ના  મુદામાલસાથે રેઇડ દરમ્યાન પકડાયેલ ઇસમોની સામે ધોરણસર ફરીયાદ આપી પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ અર્થે સોંપી આપવામાં આવેલ છે. આમ, અમરેલી એસ.ઓ.જી. ટીમને બાતમી આધારે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં પાંચ ઇસમોને કુલ રૂા.૪૯,૪૧,૭૯૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં સફળતાં મળેલ છે.

Previous articleબોટાદ જિલ્લાકક્ષાના ગરીબ મેળામાં ૪૧પર લાભાર્થીઓને ૧.પ૯ કરોડની સહાયનું વિતરણ
Next articleરાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય શાળા આરોગ્ય કાર્યક્રમમાં બાળકને નવજીવન મળ્યું