દારૂ પી રહેલો પોલીસ કોન્સ્ટેબલને ટોળાએ પકડીને પોલીસ હવાલે કર્યો

813

હિંમતનગર પાસે સહકારીજન ચાર રસ્તા પર પોલીસ લખેલી બલેનો કારમાં પોલીસ વર્ધીમાં એક પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો છે. કારને પાર્ક કરીને તેમાં દારૂની મહેફીલ મણતા પોલીસ કર્મીને જાહેર જનતાએ ઝડપી પાડ્‌યો હતો અને પોલીસને સોપ્યો હતો. ત્યારે એક દારૂની બોટલ પણ કરામાંથી મળી આવી છે.

પોલીસ વર્ધીમાં દારૂ પી રહેલા પોલીસ કર્મીની કારમાં મહિલાઓ પણ બેઠી હોવાનું બહાર આવ્યું છે. જાહેરમાં દારૂ પી રહેલા પોલીસ કર્મી હોવાનું બહાર આવતા મોટી સખ્યામાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. ટોળું ભેગુ થતા કારમાં બેસેલી મહિઓ ત્યાંથી ફરાર થઇ ગઇ હતી. પરંતુ પોલીસ કર્મી લોકોના હાથે ઝડપાયો હતો. પોલીસ વર્ધીમાં કોન્સ્ટેબલ દ્વારા જાહેરમાં કારમાં બેસીને દારૂ પીતા હિંમતનગર એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. દારૂના નશામાં ઝડપાયેલો આ આરોપી ક્યાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. અને તેનું નામ શું છે? તેવી કોઇ પણ પ્રકારની માહિતી મળી રહી નથી. લોકોના ટોળાએ પોલીસને ફોન કરીને કોન્સ્ટેબલ ને પોલીસને સોપ્યો હતો.

Previous articleસીએમની સંવેદના ૫ણ : વારંવાર થતાં અકસ્માતો અટકાવવા માંગ
Next articleડ્રાઈવીંગ લાયસન્સ અંગે વધુ એક પ્રજાલક્ષી નિર્ણય : વારંવાર લર્નીંગ ટેસ્ટ નહી આપવી પડે