૧૦ ટકા અનામતનો વિરોધ શરુ, દલિત- ઓબીસી સંગઠનોની આંદોલનની ચીમકી

510

સવર્ણોને ખુશ કરવા માટે મોદી સરકારે જનરલ કેટેગરીમાં આર્થિક આધારે ૧૦ ટકા અનામત આપવાના નિર્ણય સામે દલિતો અને ઓબીસી સમુદાયે વિરોધ શરુ કરી દીધો છે. આગામી દિવસોમાં નિર્ણયની સામે કેટલાક સંગઠનો આંદોલન કરવા માટે કવાયત કરી રહ્યા છે.દિલ્હીમાં કેટલાક દલિત અને ઓબીસી સંગઠનો સાથે જોડાયેલા લોકોની બેઠક પણ મળી હતી.

સંસદના બંને ગૃહોમાં ભલે બિલ પાસ થઈ ગયુ હોય પણ લખનૌમાં કેટલાક સંગઠનોએ ૧૦ ટકા અનામતનો વિરોધ કરીને કહ્યુ હતુ કે આ નિર્ણય દેશના સંવિધાન અને સામાજીક ન્યાય પર હુમલો છે.આ મનુવાદી ષડયંત્ર છે.યાદવ સેના નામના સંગઠનના અધ્યક્ષ શિવકુમાર યાદવે કહ્યુ હતુ કે ભાજપ સત્તા પર આવ્યા બાદ ડો.આંબડેકરના સપનાના ભારતના સંવિધાનને બદલવા માટે પ્રયત્નો કરી રહી છે. સરકાર આ નિર્ણય પાછો નહી ખેંચે તો લોકો ફરી રસ્તા પર ઉતરશે. આંબેડકર મહાસભા પણ ૧૦ ટકા અનામતના નિર્ણય સામે રસ્તા પર ઉતરીને વિરોધ કરવાની તૈયારીમાં છે

Previous articleસરકારે વિન્ડ-સોલાર હાઇબ્રીડ પાર્ક સ્થાપના અંગેની પોલીસી-૨૦૧૮ ની જાહેરાત કરી
Next articleસ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફરજ બજાવતા ૨૦૦થી વધુ કર્મચારીઓને ૩ મહિનાથી પગાર મળ્યો નથી