મહુવા તાલુકાના નીચ કોટડા સહિતના માઈનીંગનો વિરોધ કરતા લોકો ઉપર પોલીસ દ્વારા બળપ્રયોગ કરીને અત્યાચાર કરવાના બનાવને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા વખોડી કાઢયો હતો અને આ બનાવની પોલીસ અધિકારી, કર્મચારી સામે ખાતાકીય તપાસ કરીને સસ્પેન્ડ કરવા સહિતની માંગણી સાથે એનસીપી આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. અને ખેડુતોને ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની ચિમકી પણ આપી હતી.
















