ગ્રાન્ડસ્લેમના સિંગલ્સ મેન ડ્રોમાં ક્વોલિફાઇ થનાર પ્રજનેશ ત્રીજો ભારતીય

751

 

ભારતીય ટેનિસ ખેલાડી પ્રજનેશ ગુણેશ્વરન ઓસ્ટ્રેલિયન ઓપનના પુરુષ સિંગલ્સના મેન ડ્રોમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. ચેન્નઈના ૨૯ વર્ષના આ ખેલાડીએ ત્રીજા અને અંતિમ ક્વોલિફાઇંગ મેચમાં જાપાનના વતાનુકી સામે પ્રથમ સેટ ગુમાવ્યા બાદ વાપસી કરતા  ૬-૭, ૬-૪, ૬-૪થી જીત મેળવી હતી.

પ્રજનેશ છેલ્લા પાંચ વર્ષમાં કોઈપણ ગ્રાન્ડ સ્લેમના સિંગલ્સ મેન ડ્રોમાં ક્વોલિફાઇ કરનાર સોમદેવ દેવવર્મન અને યૂકી ભાંબરી બાદ માત્ર ત્રીજો ભારતીય ખેલાડી છે. યૂકીએ ૨૦૧૮મા ઘૂંટણની ઈજા પૂર્વે ચારેય ગ્રાન્ડસ્લેમમાં ભાગ લીધો હતો, જ્યારે સોમદેવે ૨૦૧૩મા અમેરિકી ઓપનમાં અંતિમ ગ્રાન્ડસ્લેમના મુખ્ય રાઉન્ડમાં રમ્યો હતો. આ જીત બાદ પ્રજનેશે કહ્યું, આ મારા માટે મોટી સિદ્ધિ છે. પ્રથમવાર કોઈ ગ્રાન્ડસ્લેમમાં રમીશ. મેં આ સપનું જોયું હતું. હું ઘણો ખુશ છું અને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી, પરંતુ આ મોટી વાત છે.

ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ત્રણ મેચ જીતવા માટે પ્રજનેશ ૪૦,૦૦૦ ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ ૨૦ લાખ રૂપિયા) અને ઓસ્ટ્રેલિયન ઓપનના મુખ્ય રાઉન્ડનો પ્રથમ મુકાબલો રમવા માટે લગભગ ૩૮ લાખ રૂપિયાની પુરસ્કાર રાશિનો હકદાર હશે, જેનાથી ૨૦૧૯ની સિઝનનો તેન ઘણો ખર્ચ નિકળી જશે.

Previous articleઆ સૌથી મોટું લૉન્ચપેદ છેઃઅનન્યા ચઢ્ઢા
Next articleમહેન્દ્રસિંહ ધોનીએ ૧૦ હજાર રન પૂરા કર્યા