વાઈબ્રન્ટ ગાંધીનગરઃ VIPની અવર-જવરથી વાહન ચાલકો ત્રસ્ત

617

વાઈબ્રન્ટ સમિટથી શુક્રવારે ગાંધીનગર વીઆઈપી મહાનુભાવોની અવરજવરથી વ્યસ્ત રહ્યું. જેમાં સૌથી વધારે વાહનચાલકો પરેશાન થયા હતા. જ, ખ રોડનો કેટલોક ભાગ અને ઘ-૪ પાસેનો ર્ટનિંગ બંધ કરતા લોકો પરેશાન થઈ ગયા છે. લોકોને ફરી-ફરીને જવું પડતું હતું. આ સાથે વીઆઈપી મહાનુભાવોની અવર-જવર વખતે ટ્રાફિક બંધ કરાતા લોકોને થોભી જવું પડતું હતું. રાત્રીના સમયે શહેરની સુંદરતા વધરવા લાઈટિંગ કરાયું છે. ત્યારે આ રોશની માટે રસ્તાઓ પર ઠેર-ઠેર ડિઝલ નજરેટર મુકાતા ગાંધીનગર પાટનગર નહીં પરંતુ ‘જનરેટરનગર’ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણે કે એકલા એક્ઝિબિશન સેન્ટર માટે જ ૫૦ જેટલા નજરેટર મુકાયા છે.

શહેરમાં મુકાયેલા આ તમામ જનરેટર્સને પગલે વોઈસ અને એર પોલ્યુશનની શક્યતા નકારી શકાતી નથી. મહાત્મા મંદિર અને એક્ઝિબિશન સેન્ટરની આસપાસ વીઆઈપી મુવમેન્ટ થાય ત્યારે સામાન્ય વાહન ચાલકોને રોકી દેવાયા હતા.

વાઈબ્રન્ટને પગલે શહેરના દરેક રસ્તા અને નાકા પર પોલીસ જવાનોને ગોઠવી દેવાયા છે. આખો દિવસ બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનો એકબીજાને જોડે વાતો કરીને દિવસ કાઢે છે અને એકલા મુકાયેલા જવાનો માટે તો મોબાઈલ જ એક સહારો બની ગયો છે. મહાત્મા મંદિર પાસે સેક્ટર-૧૪માં આવેલા વિવિધ કોમન પ્લોટ ગાડીઓનો ખડકલો જોવા મળ્યો હતો. સમિટમાં આવેલા મહેમાનોની ગાડીઓથી કોમન પ્લોટ ભરાઈ જતા સ્થાનિકો પોતાની ગાડીઓ મુકવામાં મુશ્કેલી પડે છે.

Previous articleવાયબ્રન્ટ ગુજરાત ર૦૧૯માં બીજા દિવસે કાગડા ઉડયા
Next articleહરિયાણા ભવનના ખાતમુહુર્ત સમયે ગ્રામજનો પર પોલીસનો લાઠીચાર્જ