વાઇબ્રન્ટ સમિટના સમાપન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ નાયડુ મોબાઇલ ફોનમાં મસગુલ

698

 

ગાંધીનગર, તા. ર૦

રવિવારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો સમાપન સમારોહ મહાત્મા મંદિરમાં યોજાયો હતો. મુખ્ય સ્ટેજ પરથી વિવિધ મહાનુભાવો પ્રવચન આપી રહ્યાં હતા તે સમયે ઉપરાષ્ટ્રપતિ વૈંકાયા નાયડુ પોતાના મોબાઇલ ફોનમાં કંઇક કામ કરી રહ્યાં હતા.

સાતથી આઠ હજાર લોકોની સમતા ધરાવતા મહાત્મા મંદિરનો કન્વેન્સન હોલમાં ઠેર-ઠેર સીસીટીવી કેમેરા ગોઠવાયેલા છે તેમજ સમગ્ર કાર્યક્રમનું વિડિયો રેર્કોડિંગ કરવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિ નાયડુ જ્યારે પોતાના ફોનમાં કોઇક કામગિરિ કરી રહ્યાં હતા ત્યારે કેમેરો ઉપરાષ્ટ્રપતિ પર ફોક્સ કરી રહ્યો હતો.

આથી હોલમાં બેઠેલા સૌ કોઇ નાગરિકોને જોવા મળી રહ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ ફોનમાં મસગુલ થઇ ગયા હતી. બીજી બાજું ઉપરાષ્ટ્રપતિને પણ આ અંગેનો ખ્યાલ આવી જતા તેઓ તુરંત જ પોતાનો ફોનો થોડોક વધુ નીચો કરી દીધો હતો. પરંતુ ફોનમાં કામ ચાલું રાખ્યું હતું.

ઉપરાંત ઉપ રાષ્ટ્રપતિઓ કેન્દ્રની વિવિધ યોજનાઓ તેમજ જીએસટીના સંદર્ભમાં વાતો કરી હતી જેને લઇને સમારોહ પછી અધિકારીઓ એવી ચર્ચા કરી રહ્યાં હતા કે ઉપરાષ્ટ્રપતિએ કોઇ ચૂંટણી સભા હોય એ રીતે પ્રવચન આપ્યું હતું.

Previous articleવાયબ્રન્ટ સમિટમાં ભાજપના કદાવર નેતાની ગેરહાજરીથી ભાજપમાં ગુસપુસ !
Next article‘આ કોઇ રાજકીય યાત્રા નથી આ યાત્રા છે પ્રેમની, સામાજિક બદલાવ માટેની યાત્રા : અલ્પેશ ઠાકોર