ભાવનગર અને બાંદ્રા ટર્મી વચ્ચે ચાલશે સ્પેશ્યલ ટ્રેન

7885

રેલ ગાડીઓમાં થઈ રહેલી ભીડ અને રેલયાત્રીકોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ્વે મુખ્યલય દ્વારા ર૬ જાન્યુ.એ ભાવનગર ટર્મીનસથી બાંદ્રા ટર્મીનસ વચ્ચે હોલી-ડે સ્પેશ્યલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે.

આ ટ્રેનમાં યાત્રા કરનાર યાત્રિકોને ખાસ ભાડા સાથે આ સુવિધાનો લાભ મળશે. આ ગાડી ભાવનગર, બોટાદ વિરમગામ, અમદાવાદ, ખડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપરી, બોરીવલી થઈ બાંદ્રા ટર્મીનસ ઉપર ઉભી રહેશે. ગાડી નં. ૦૯૦૪ર ભાવનગરથી શનિવારે સાંજે ૪-૧૦ મીનીટે ઉપડશે આ ટ્રેન બાંદ્રા ટર્મીનસે રવિવારે સવારે ૬-૧પ વાગે પહોંચશે જયારે ગાડી નં. ૦૯૦૪૧ બાંદ્રા ટર્મીનસથી શુક્રવારે રાત્રીના ૧ર.ર૦ કલાકે ઉપડી શનિવારે બપોરે  ર-૦પ કલાકે ભાવનગર ટર્મીનસ પહોંચશે આ ટ્રેનમાં કુલ રર કોચ લાગશે જેમાં ૧ સેકન્ડ એસી, પ થ્રીએસી, ૧૦ સ્લીપર, ૩ જનરલ તથા બે એસએલઆરઅને ૧ પેન્ટ્રીકાર રહેશે.