બે વર્ષ અગાઉ થયેલી હત્યામાં આરોપીને દસ વર્ષની કેદ

569

ગાંધીનગર શહેરના સે-ર૪માં બે વર્ષ અગાઉ ઉતરાયણના દિવસે મરઘી લેવા બાબતે સે-ર૪ના જ રહીશને પાઈપ ફટકારી મોત નીપજાવવાની ઘટના બની હતી. આ અંગે કેસની મળતી વિગતો પ્રમાણે વર્ષ ર૦૧૭માં ૧૪ જાન્યુઆરીએ સાંઈ મંદિર સામે પ્રાથમિક શાળાના છાપરામાં રહેતા બાબુભાઈ હુકાજી ભાટી અને જગદીશભાઈ કરશનભાઈ ઠાકોર મરઘી લેવા માટે ગયા હતા.

તે દરમ્યાન ઓછું વજન આપતાં મોટી મરઘી આપે તેવી માંગણી કરતાં ઝઘડો થયો હતો અને આરોપીઓ ગંગારામ ભુતારામ બાવરી તથા મહેશ ઉર્ફે અકુ ગંગારામ બાવરી, નરેશ ઉર્ફે મહેશ ગંગારામ મારવાડી ત્રણેય રહે સાંઈબાબા મંદિર સામે છાપરામાં તથા લક્ષ્મણ ઉર્ફે અકુ કેશાભાઈ માંગીયાએ જગદીશભાઈ સાથે ઝઘડો કર્યો હતો અને જેમાં જગદીશભાઈએ ગાળો બોલવાની ના પાડતાં આરોપી નરેશ ગંગારામ મારવાડીએ પાઈપ લાવી તથા મહેશ અને લક્ષ્મણે મરણ જનારને માર માર્યો હતો.

આ સંદર્ભે સે-ર૧ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ એડી. સેસન્સ જજ સારંગા વી.વ્યાસની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જ્યાં ફરિયાદ પક્ષે સરકારી વકીલ પ્રિતેશ ડી.વ્યાસે ફરિયાદી, સાહેદો તથા તપાસ અધિકારી અને કુલ ર૦ સાહેદો તપાસ્યા હતા. જેમાં મહેશ ઉર્ફે અકુ ગંગારામ ભુતાજી મારવાડીને સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારે સરકારી વકીલે સામાન્ય બાબતમાં આરોપીએ હત્યા કરી હોવાથી તેમજ સમાજમાં દાખલો બેસે તે રીતે અને મરણ જનારના નાની ઉંમરના બે બાળકો હોવાથી આરોપીને સખતમાં સખત સજા કરવા માંગણી કરી હતી.

જે અનુસંધાને કોર્ટે આરોપી મહેશ ઉર્ફે અકુ ગંગારામ બાવરીને ૩૦૪(૧)ના ગુનામાં દસ વર્ષની કેદની સજા અને પાંચ હજારનો દંડ તેમજ રૃા.પ૦ હજારનું વળતર મરણ જનારના બાળકોને ચુકવી આપવા માટે હુકમ કર્યો હતો.

Previous articleપેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્‌ટી ઓર્ગેનાઇ ઝેશનનો કંટ્રોલર ૧.૫ લાખની લાંચ લેતાં પકડાયો
Next articleડમ્પર અને ટ્રેક્ટર પર રાત્રિ પ્રતિબંધ, કાયદો તોડનારને ૩ માસની જેલ, દંડની સજા