મારૂતિ વિદ્યામંદિર દ્વારા વાર્ષિક ઉત્સવ ઉજવાયો

746

મારૂતિ વિદ્યામંદિર દ્વારા ૧૮મો વાર્ષિક ઉત્સવ યશવંતરાય નાટયગૃહમાં ઉજવવામાં આવ્યો જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને એમ.કે. ભાવનગર યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર ડો. ગીરીશભાઈ વાઘાણી, મુખ્ય મહેમાન જિલ્લા શિક્ષણા અધિકારી એ.બી. પ્રજાપતિ ભારતીબેન દવે, ડો. કિશોરભાઈ જોષી, ડો.એ.કુમાર, ડો. ચિરાગ નાયક, જીજ્ઞેશભાઈ વાટલીયા તથા મેનેજીંગ ટ્રસ્ટી, કૃણાલભાઈ વાટલીયા ઉપસ્થિત રહેલ.

સંસ્થાના પ્રમુખે પોતાના ઉદ્ધોધનમાં જણાવ્યું કે વાર્ષિક ઉત્સવએ વિદ્યાર્થીઓના શિક્ષણ તેમજ તેનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવાનું મધ્યમ છે એટલે કે વિદ્યાર્થીકાળમાં ફકત શિક્ષણ નહિ પરંતુ વિદ્યાર્થીમાં રહેલ દરેક ગુણો જેવા કે રમતગમત, લીડરશીપ, વકૃત્વ, લેખ, કલા આવી સુષુપ્ત શક્તિઓ સંસ્થા દ્વારા ઉજાગર કરવામાં આવે છે તેમજ આજના વિદ્યાર્થીઓને પ્રેરણા આપી શકે તેવા મહાનુભાવો ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, ડો.એ.પી.જે.કલામ, ચાણક્ય, રવિન્દ્રનાથ ટાગોર, મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ગુણોની વાત કરી વાર્ષિક ઉત્સવમાં સંસ્થાના બાલ મંદિર તેમજ ધોરણ ૧ થી ૧રના વિદ્યાર્થીઓ, બી.સી.એ. બીએસ.ડબલ્યુ, ફેશન ડીઝાઈનીંગ, એમ.એસ.ડબલ્યુ, એમ.ફિલ., ઓમ.કોમ. અને ડિપ્લોમાં કોર્સીસ સેનેટરી ઈન્સ્પેકટર, ડી.જી.ડિપ્લોમાં ઈન મેડીકલ લેબોરેટરી ટકનિશિયન, પી.જી. ડપ્લોમાં ઈન રેડિયલોજી ટેકનિશિયન, પી.જી.ડિપ્લોમાં ઈન હોસ્પિટલ એન્ડ હેલ્થ ફેર મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા રજુઆત કરવામાં આવેલ જેમાં યોગ, માઈકમ રાસ, નાટક, ગરબા, ડાન્સ જેવી કૃતિઓ રજુ કરેલ.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાજુલાની અદ્યતન સરકારી હોસ્પિટલનું નામ નગરજનોએ પાડ્યું રીફર હોસ્પિટલ