ગુજરાતમાં ઠંડા પવનોને કારણે કોલ્ડવેવ ફરી વળ્યું

766

ઉત્તરપશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનને પગલે ગુજરાતના અનેક શહેરમાં ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ ગયો છે. અમદાવાદમાં ૧૩.૭ ડિગ્રી જ્યારે નલિયામાં ૧૦ ડિગ્રી સાથે સૌથી વધારે ઠંડી નોંધાઇ હતી. આગામી ૨-૩ દિવસમાં ઠંડીનો પારો ૨-૩ ડિગ્રી સુધી ઘટી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં ૧૩.૭ ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૬ ડિગ્રીનો વધારો જ્યારે ૨૬.૭ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૫ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં આજે સવારના સમયે ભેજનું પ્રમાણ ૭૩% નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો ૧૨ ડિગ્રીની આસપાસ રહેશે.

ગત રાત્રિએ સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. બીજી તરફ વડોદરામાં ૧૭, સુરતમાં ૧૭.૬ ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો નોંધાયો હતો. હાલ બપોરના સમયે ગરમી અને રાત્રે ઠંડીથી બેવડી સિઝનનો અનુભવ થઇ રહ્યો છે.

રાજયમાં સવારથી જ પવન ફુંકાવા લાગતાં ઠંડીનુ મોજુ ફરી વળતાં સવારથી સાંજ સુધી લોકો ગરમ કપડામાં ગોઠવાયેલા જોવા મળ્યા હતા. આ શીત લહેર શિયાળાની મોસમની સૌથી વધારે ઠંડીનો અહેસાસ કરાવ્યો હતો.

કચ્છમાં પડેલ વરસાદ પશ્ચિમી વાયરા ફુંકાતા તથા રાજસ્થાનના બાડમેર તથા શિરોહી જિલ્લામાં પડેલ વરસાદના કારણે ગત ગુરુવારના બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર અમીરગઢમાં આની સીધી અસર વર્તાતા સવારથી સાંજ સુધી પવનનું વર્ચસ્વ રહ્યું હતું. જેના લીધે ગાત્રો થીજવતી ઠંડી પડતાં લોકો આખો દિવસ ગરમ કપડા તથા તાપણાનો સહારો લઈ રહ્યા હતા. જ્યારે રાત્રિના સમયે તો ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બનેલ હતું. રાત્રિની સમય તો જાણે વાતાવરણ જ થીજી ગયું હોય તેવો માહોલ બની ગયો હતો.

જે ચંદ્રમાના દર્શન કર્યા બાદ જ વ્રત પૂર્ણ થતા ગત રાત્રિના વાદળછાયા વાતાવરણમાં ચંદ્રુમાના દર્શન ન થવાના એંધાણ સર્જાયા હતા. જ્યારે સખત ઠંડી અને જોરદાર પવન વચ્ચે મહિલાઓને ચંદ્રદેવે થોડીક ક્ષણ માટે માત્ર દર્શન આપતાં સમગ્ર ગામની મહિલાઓ દર્શન માટે રેલવે સ્ટેશન એકઠી થઈ હતી. જ્યારે ચંદ્રદર્શન ન થતાં ત્યાંની મહિલાઓએ શોશ્યલ મિડીયાનો ઉપયોગ કરતાં વિડીયોકોલ દ્વારા દર્શન કરી વ્રત પૂર્ણ કરેલ હતું.

Previous articleપ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાત લે તેવું આયોજન
Next articleપ્રજાસત્તાક પર્વ અંતર્ગત ૫૫૧ ફુટ લાંબા ત્રિરંગા સાથેની શૌર્ય યાત્રા