ગુજરાત : મતદાર યાદીમાં નવા ૬.૬૯ લાખ મતદારોનો ઉમેરો

634

ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યના તમામ (૭૨-જસદણ વિધાનસભા મત વિભાગ સિવાય) વિધાનસભા મત વિભાગો માટે તારીખ પહેલી જાન્યુઆરી ૨૦૧૯ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા માટેનો એક કાર્યક્રમ જાહેર કરાયો હતો ત્યારબાદ મતદાર તરફથી રજૂ કરવામાં આવેલા હક્ક દાવા અને વાંધા અરજીઓના નિકાલ બાદ રાજ્યમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિભાગની પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાન યાદીમાં ૩૧મી જાન્યુઆરી ૨૦૧૯ની સ્થિતિએ મતદારોની સંખ્યામાં ૬૬૯૪૮૫નો વધારો જોવા મળયો ોવાનું રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ મુરલી કૃષ્ણાએ જણાવ્યું હતું. ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ૩૧મી જાન્યુઆરી ૨૦૧૯ની સ્થિતિએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં રાજ્યમાં કુલ ૪૪૭૪૪૭૫૯ મતદારો પૈકી ૨૩૨૫૫૯૩૭ પુરુષ મદારો અને ૨૧૪૮૭૭૬૯ સ્ત્રી મતદારો છે. આ ઉપરાંત ત્રીજી જાતિના ૧૦૫૩ મતદારો છે. મતદાર સુધારણા કાર્યક્રમ દરમિયાન ૧૦૬૯૨૩૯ મતદારો ઉમેરાયા હતા. ૩૯૯૭૫૪ મદારો કમી થયા છે, આમ મતદારોન સંખ્યામાં કુલ ૬૬૯૪૮૫ વધારો થયો છે. મુખ્ય નિર્વાચન અધિકારીના જણાવ્યા પ્રમાણે ૩૧મી જાન્યુઆરી ૨૦૧૯ની સ્થિતિએ મતદાર યાદીમાં રાજ્યમાં કુલ ૭૬૫૬૧૨ મતદારો ૧૮થી ૧૯ વર્ષની વય થાત ૮૦ વર્ષથી મોટી વયના કુલ ૭૩૮૪૦૨ મદારો છે. સૌથી મહત્વની વાત એ છે કે, મતદાર યાદીમાં નોંધાયેલા કુલ મતદારો પૈકી ૯૯.૯૯ ટકા મતદારોની ફોટો ઇમેજ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવી ચે તેમજ ૯૯.૯૯ ટકા મતદારોને ચૂંટણી તંત્ર તરફથી મતદાર ફોટો ઓળખકાર્ડ (ઇપીઆઈસી) આપી દેવામાં આવ્યા છે.

મુખ્ય નિર્વાચન અધિકારીના જણાવ્યા પ્રમાણએ ૩૧મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદી મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી, કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી,  પ્રાંત અને મામલતદાર કચેરી, સંબંધિત ભાગના બૂથ લેવલ ઓફિસર, ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ૧૯૫૦, મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ અને ભારતીય ચૂંટણી પંચના રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ (એનવીએસપી દ્વારા ુુુ.હદૃજ.ૈહ ઉપર ઉપલબ્ધ કરવામાં આવી છે.  મતદાર ફોટો ઓળખકાર્ડ ધરાવનાર મતદારનું નામ પ્રવર્તમાન મતદાર યાદીમાં સમાવિષ્ટ હશે તો જ સંબંધિત ચૂંટણીમાં મતદાન કરી શકશે, જેથી મતદાર યાદીમાં નામ સમાવિષ્ટ થાય હોવાની ચકાસણી કરી લેવા સર્વે નાગરિકો-મતદારોને અનુરોધ કરવામાં આવે છે. મતદાર યાદીની ૩૧મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ કરવામાં આવેલ આખરી પ્રસિદ્ધિ બાદ પણ પહેલી જાન્યુઆરી ૨૦૧૯ની લાયકાતની તારીખના સંદર્ભમાં ૧૮ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા લાયકાત ધરાવતા યુવા નાગરિકો તથા મતદાર યાદીમાં નોંધણી માટે લાયક ધરાવતા બાકી રહેલ તમામ નાગરિકો સતત સુધારણા હેઠળ મતદાર યાદીમાં નામ દાખલ કરવા સંબંધિત મતદાર નોંધણી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરી શકે છે.  પ્રવર્તમાન મતદાર યાદીમાંથી નામ કમી કરવા ફોટો વિગતમાં સુધારો કરવા, એક જ વિધાનસભા મતવિભાગ હેઠળ સ્થળ ફેરપાર માટે નિયત નમૂનામાં અરજી કરી શકે છે. ઉપરાંત વેબસાઇટ પર જઇને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકાશે.

Previous articleગાંધીનગર મનપાનું ડ્રાફ્ટ બજેટ પ્રથમ વાર સામાન્ય સભામાં રજૂ થશે
Next articleબોગસ ડિગ્રીધારી વડાપ્રધાનનું સુરતમાં પ્રોફેશનલ ડિગ્રીધારકોને સંબોધન : હાર્દિક