રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો

609

રાજ્યભરમાં અત્યારે હાડ થીજવતી ઠંડી પડી રહી છે ત્યારે આજે રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. તો બીજી તરફ કચ્છના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઝરમર વરસાદ પણ થયો છે. કચ્છમાં માતાનાં મઢ, કોટેશ્વર, દયાપર અને લખપત સહિતનાં વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્‌યો હતો. બીજી તરફ આ માવઠાનાં કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ફક્ત કચ્છમાં જ નહીં, પરંતુ બનાસકાંઠામાં પણ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. બનાસકાંઠામાં વાદળછાયુ વાતાવણ થયું હતુ. વાદળછાયા વાતાવરણનાં કારણે ખેડૂતો ચિંતિત છે. કચ્છમાં માવઠુ અને બનાસકાંઠામાં વાદળછાયા વાતાવરણથી રવી પાકમાં નુકસાન થવાની ખેડૂતોને ચિંતા છે.

Previous articleઅલ્પેશ ઠાકોર અને CM સાથેની મુલાકાત મુદ્દે નીતિન પટેલે કરી સ્પષ્ટતા
Next articleમાયાવતી ઉપર સકંજો : ૬ સ્થળે ઇડીના દરોડા