ઉત્તરાયણમાં ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપ્યા બાદ મુક્ત કરાયા

634

ઉત્તરાયણના પર્વને મનાવી લીધુ મજા કરી લીધી આપણે આપણી નૈતિક ફરજ બજાવી રહી પરંતુ ત્યારબાદ થયેલ દોરીથી ઈજા પામેલ પક્ષીઓને શોધી શોધી અને માળનાથ ગ્રૃપના સહયોગીઓ ખાસ કરીને રાજુભાઈ ચૌહાણ, હરિભાઈ શાહ, કલ્પેશ પટેલ કામધેનું ગૌશાળા તથા અન્ય માળનાથ ગ્રૃપના મિત્રોની મદદથી પક્ષીઓની સારવાર કરી અને તેઓને આજે સાજા થઈ ગયેલ, સંપૂર્ણ ઉડવાને લાયક થઈ ગયેલ પક્ષીઓને ગંગાજળીયા તળાવ, ગંગાદેરીએથી ઉડાડવામાં આવશે ૧૫૦થી વધુ કબુતર તથા અન્ય પક્ષીઓની સારવાર કરવામાં  આવેલ છે. હજુ પણ અમુક ઠેકાણે દોરાઓ ઈલેકટ્રીકના થાંભલે જોવા મળે છે. માળનાથ ગ્રૃપે ઉતરાયણ બાદ આશરે ૨૮ કિલો આવા ભરાયેલા દોરાઓ ઉતારી તેનો બાળીને સંપૂર્ણ નાશ કરી વધુ પક્ષીઓની જાનહાની બચાવવાનો પ્રયત્ન કરેલ છે.

Previous articleવડોદરામાં અકસ્માતથી બચો પુસ્તકનું વિમોચન કરાયુ
Next articleભક્ત દાસારામ બાપુની જન્મજયંતિ ઉજવાશે