વડોદરામાં અકસ્માતથી બચો પુસ્તકનું વિમોચન કરાયુ

608

જય વસાવડાનાં લેખો દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી દરમ્યાન ભાવનગરના જાણીતા ફોટોગ્રાફર અને ટ્રાફિક ટ્રેઈનર અજય જાડેજા દ્વારા અકસ્માતોની તસ્વીરોનું એક પુસ્તક બનાવવામાં આવ્યુ છે. આ પુસ્તકનું વિમોચન એસએસજી હોસ્પિટલના ઓડીટોરીયમમાં વડોદરાના મેયર જીગીશાબેનના હસ્તે તેમજ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની વિશેષ ઉપસ્થિતીમાં વિમોચન કરવામાં આવ્યું હતું. આ પહેલા રાજકોટ ખાતે આવું જ એક પુસ્તકનું વિમોચન થયુ હતું. આ પુસ્તકમાં જાણીતા લેખક જય વસાવડાના લેખો પણ છપાયા છે. આ પુસ્તકથી લોકોને અકસ્માતોથી કેમ બચી શકાય તેની માહિતી મળશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઉત્તરાયણમાં ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપ્યા બાદ મુક્ત કરાયા