અમરેલી સજ્જડ બંધઃ રોડ, રસ્તા તેમજ ગટરના પ્રશ્નોને લઇ લોકો રસ્તા ઉપર ઉતર્યા

603

અમરેલી શહેરમાં છેલ્લા એકાદ વર્ષથી રોડ, રસ્તા તેમજ ગટરને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

સ્થાનિક લોકોએ અનેક વખત રજુઆત કરી પરંતુ તેમ છતાં તંત્ર દ્રારા કોઈ ધ્યાન ના અપાતા આજે અમરેલી શહેરના લોકોએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું. જેને લઈ આજે અમરેલી શહેર સજ્જડ બંધ રહ્યું હતું.

અમરેલીમાં રોડ, રસ્તા અને ગટર લઈને શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ બસસ્ટેશનથી લઈ રાજકમલ ચોક તેમજ શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર રેલી કાઢીને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. રોડ, રસ્તા અને ગટરના પ્રશ્નોને લઈ આજે શહેર સંપૂર્ણ બંધ રહ્યું છે.

બંધના એલાનમાં વેપારી એસોસિએશન, વકીલ મંડળ, ડોકટર એસોસિએશન તેમજ શહેરના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. અમરેલીમાં તંત્ર સામે લોકોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

Previous articleભારતની ન્યુઝીલેન્ડ પર સાત વિકેટે જીત
Next articleભાજપના લાંચિયા કોર્પોરેટરો સામે પબ્લિકનો રોષ : બાંકડે લાંચિયાના પોસ્ટર