મુઝફ્ફરપુર શેલ્ટર હોમ બાબતે સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનના મામલે સીબીઆઇના પૂર્વ વચગાળા ડાયરેક્ટર નાગેશ્વર રાવની માફીને નામંજૂર કરતા કોર્ટે તેમને સજા ફટકારી છે. સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા તેમને ૧ લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે આ સાથે કોર્ટે તેમને આદેશ આપ્યો છે કે, કોર્ટની કાર્યવાહી ચાલે ત્યાં સુધી તેમને પાછળ બેસી રહેવું પડશે.
સુનાવણી દરમિયા એટર્ની જનરલ કેકે વેણુગોપલે જણાવ્યું હતું કે, રાવ પોતની ભૂલ સ્વીકારી રહ્યા છે તેમણે આ જાણી જોઇને કર્યું નથી. આ વાત પર સીજેઆઇએ જણાવ્યું હતું કે, અવમાનનાના આરોપીનો બચાવ સરકારના નાણાંથી કેમ કરવામાં આવી રહ્યો છે. કોર્ટની મંજૂરી વગર ટ્રાન્સફર ઓર્ડર પર હસ્તાક્ષર કરવાએ અવમાનના નથી તો શું છે?
હકીકતમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, મુઝફ્ફરપુર શેલ્ટર હોમ મામેલ સીબીઆઇ તપાસમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે, મંજૂરી વગર તપાસ ટીમમાં સામેલ અધિકારીઓની બદલી કરવામાં આવશે નહી. તેમ છતાં નાગેશ્વર રાવે તપાસ ટીમના ચીફ અધિકારી એકે શર્માની ૧૭ જાન્યુઆરીએ સીબીઆઇથી સીઆરપીએફમાં બદલી કરી દીધી હતી. ત્યારબાદ નાગેશ્વર રાવે સુપ્રીમ કોર્ટને માફીનામું આપ્યું હતું.
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીસે કહ્યું હતું કે, નાવેશ્વર રાવે આર કે શર્માને તપાસમાંથી હટાવવાનો નિર્ણય લીધા બાદ સુપ્રીમ કોર્ટને આ મામલે જાણ કરવી પણ જરૂરી ના સમજ્યા. મારે જે કરવું હતું તે કરી દીધું તે પ્રકારનું તેમનું વલણ રહ્યું છે. આ મામલે કે કે વેણુગોપાલે મુખ્ય ન્યાયાધીસને વિનવણીપૂર્વક કહ્યું હતું કે, ‘માય લોર્ડ, પ્લીઝ તેમને (નાગેશ્વર રાવ)ને માફ કરી દો. જેના પર મુખ્ય ન્યાયાધીસે કહ્યું હતું કે, તે નાગેશ્વર રાવની માફીને સ્વિકાર નથી કરી રહ્યાં અને તેમને કોર્ટની અવમાનના દોષિત ગણાવશે.



















