માણસા પોલીસે કારનો પીછો કરી દારૂ ઝડપી લીધો

646

માણસા પોલીસે વિજાપુર ત્રણ રસ્તા પાસેથી કારમાં લઈ જવાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્‌યો છે.

માણસા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મુકેશસિંહને બાતમી મળી હતી કે એક સફેદ કલરની સ્પોર્પિયો કારમાં દારૂનો જથ્થા સાથે પીલવાઈ ચાર રસ્તાથી મહેસાણા તરફ જવાની છે. જેના આધારે પોલીસે ગાડીનો પીછો કરીને વિજાપુર ત્રણ રસ્તા પાસે કારને ઝડપી લીધી હતી.

તપાસ કરતાં દારૂની બોટલ, ક્વોટર અને બીયરના ટીન મળી કુલ ૧.૪૪ લાખની દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે નંબર પ્લેટ વગરની સ્પોર્પિયો કાર મળી કુલ કુલ ૪,૯૩,૬૬૯ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને રાજસ્થાનના ખેરવાડાના ભરતકુમાર કાલુરામ નીનામાની ધરપકડ કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleઓસ્ટ્રેલિયા સામેની વન ડે ટીમ જાહેર કાર્તિક પડતો મુકાયો, પંતને બોલાવાયો
Next articleકેનેડા સેટ કરવાની લાલચ આપી ૫ પટેલ પરિવારના ૪૫ લાખ લઈ ગઠિયો ફરાર