એપીએમસીમાંથી ચેરમેનનું નામ મતદાર યાદીમાંથી ગાયબ થતાં દોડધામ

766

એશિયામાં જીરૂના હબ ઉઝા માર્કેટયાર્ડની ચૂંટણી માટેની મતદારયાદીના બે વિભાગમાંથી વર્તમાન ચેરમેન ગૌરાગ પટેલનું નામ જ કમી થઇ જતા ભારે ઉથલપાથલ મચી જવા પામી છે. શુક્રવારે બપોર પછી જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા પ્રસિધ્ધ કરાયેલ મતદારયાદી ૯૨૧ નામ કમી થઈ ગયાં હતાં.

ગૌરાગભાઇ અને પિતા નારાયણભાઇ જુથ સમર્થિત કેટલીક મંડળી, મતદારોના પત્તા કાપીને એપીએમસીમાંથી વર્ચસ્વ સાઇડલાઇન કરીને આશાબેન જુથને આગળ લાવવાના સ્પષ્ય દિશાનિર્દેશો યાદી પરથી જણાઇ રહ્યાનું સહકારી સુત્રોમાંથી જાણવા મળ્યુ હતું.

પ્રાથમિક યાદીના ખેડૂત, સહકારી ખરીદ વેચાણ તેમજ વેપારી એમ ત્રણ વિભાગમાં કુલ ૨૮૬૫ મતદારો હતા, તેમાં ઉમેરા,કમીની પ્રક્રિયાના અંતે ૯૨૧ ઘટીને કુલ ૧૯૪૪ જેટલા મતદારો થયા છે. ખાસ કરીને સહકારી ખરીદ વેચાણ મંડળીના વિભાગમાં ત્રણેય મંડળીના તમામ ૩૮ મતદાર કમી થતા આ વિભાગની બેઠકો ચૂંટણીમાં ખાલી રહેશે. શુક્રવારે પ્રસિધ્ધ કરેલ સુધારા વધારાની યાદી અંગે આગામી ૨૨ ફેબ્રુઆરી સુધી અધિકૃત અધિકારીને લેખિત રજુઆત કરી શકાશે.ત્યારપછી ૨૫મીએ મતદારયાદીનું આખરી પ્રકાશન થશે.

Previous articleચામુંડા માતાના મંદિરના ડુંગર પર ભીષણ આગઃ૫૦૦ મીટર જંગલમાં ફેલાઇ
Next articleજિલ્લાના આરોગ્ય વિભાગના ૪૦૦ કર્મીઓની અચોક્કસ મુદતની હડતાલ