પુલવામાના સુત્રધાર ગાઝી સહિત ૩ ઠાર

519

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગઇકાલે રાત્રે ૧૨ વાગ્યાથી હાથ ધરવામાં આવેલુ એન્કાઉન્ટર ૧૮ કલાક સુધી ચાલ્યું હતું. આજે સવારે એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઠાર કરાયા હતાં. જેમાં પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ ગાઝીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત મોડી સાંજે વધુ એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. જોકે છેલ્લા ૧૮ કલાકથી ચાલી રહેલા આ ઓપરેશનમાં સાંજે ડીઆઈજીને પગમાં ગોળી વાગી છે. સાથે સેનાના બ્રિહેડિયર પણ ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત ડીઆઈજી અમિત કુમાર અને બ્રિગેડિયરને તત્કાલ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાઅં આવ્યા છે. આ ઉપરાંત લેફિ્‌ટનેંટ કર્નલ સહિત વધુ ૩ જવાનો ઘાયલ થયા છે. તો આજે સુરક્ષાબળોને ઘણું નુંકશાન થયું છે. આજે કુલ મળીને ૫ જવાનો પણ શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગઇકાલે રાત્રે ૧૨ વાગ્યાથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઠાર કરાયા છે. મળતી માહિતી પ્રમાણે આ અથડામણમાં પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલાનો માસ્ટરમાઇન્ડ ગાઝી રશીદ પણ ઠાર કરી દેવાયો છે. મીડિયા રિપોટ્‌ર્સના મતે કામરાન અને ગાઝી રશીદ પુલવામા હુમલા બાદ ભાગવામાં સફળ રહ્યા હતા. જ્યારે એક આતંકી આદિલ અહમદ મરી ગયો હતો. ગાઝી રશીદ જ પુલવામાનો મુખ્ય ષડયંત્રકર્તા હતો અને કામરાન પણ તેની સાથે હુમલાના ષડયંત્રમાં સામેલ હતો. એન્કાઉન્ટર દરમ્યાન સુરક્ષાબળો એ એક બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દીધી જેમાં આતંકીઓ છુપાયેલા હતા. કહેવાય છે કે પુલવામાના પિંગલિનામાં સમાચાર મળવા પર સુરક્ષાબળો એ આતંકવાદીઓને ઘેરી લીધા હતા. આની પહેલાં મોડી રાતથી સોમવાર વહેલી સવાર સુધી ચાલી રહેલી અથડામણમાં ૫૫ રાષ્ટ્રીય રાઇફલન્સના મેજર સહિત પાંચ જવાન શહીદ થયા છે. અથડામણ દરમ્યાન એક સામાન્ય નાગરિકનું પણ મોત થયું. શહીદોમાં મેજર ડીએસ ડોન્ડિયાલ, હેડ કોન્સ્ટેબલ સેવરામ, સિપાહી ગુલઝાર અહમદ, સિપાહી અજય કુમાર અને સિપાહી હરિ સિંહ હતા.

Previous articleહવે વાતોનો સમય ગયો : ભારતની કાર્યવાહી આખું વિશ્વ જોશેઃ મોદી
Next articleસંવેદના કુદરતના ઈન્ટરનેટને જોડતો કેબલ છે