ઘોઘા તા.પં.પ્રમુખે અઢી વર્ષનો પગાર શહિદ પરીવારને આપ્યો

1220

ઘોઘા તાલુકાના પંચાયતનાં પ્રમુખે પોતાના કાર્યાકાળનાં થયેલા અઢી વર્ષના પગાર, ભથ્થા સહિતની સરકાર તરફથી મળતી તમામ રકમ આતંકી હુમલામાં શહિદ થયેલા જવાનોનાં પરિવારને અર્પણ કરવાનો સંમતિ પત્ર તાલુાક વિકાસ અધિકારીને આપીને અનુકરણીય કાર્ય કર્યુ હતું.

ઘોઘા તાલુકા પંચાયતનાં પ્રમુખ સંજયસિંહ સુખદેવસિંહ ગોહિલે તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને જણાવેલ કે જમ્મુ કાશ્મીરમાં પુલવામાં આતંકી હુમલામાં જવાનો શહિદ થયા છે. ત્યારે આ દુઃખનાં સમયમાં આખો દેશ એક જુથ છે. અને શહિદોના પરિવારની સાથે છે ત્યારે હું ઘોઘા તા.પં. પ્રમુખનાં અત્યાર સુધીનાં અઢી વર્ષનો સંપૂર્ણ પગાર, ભથ્થા, પ્રવાસ ખર્ચ સહિતની સરકાર તરફથી મળતી રકમ શહિદ જવાનોનાં પરિવારજનોને અર્પણ કરવાની સંમતિ આપેલ અને તમામ રકમ શહિદ જવાનોનાં પરિવારને મોકલી આપવા જણાવેલ તેમના આ અનુકરણીય પગલાને લોકોએ બિરદાવ્યું હતું.

Previous articleઆરોગ્ય કર્મીઓ દ્વારા મૌન રેલી સાથે શ્રધ્ધાંજલી
Next articleપ્રા.શિક્ષકો દ્વારા મૌન સાથે શ્રધ્ધાંજલી