મ્યુ. આરોગ્ય વિભાગ શહેરમાંથી હવે કુતરાઓનું ખસીકરણ કરશે !

766

સમગ્ર ભાવનગર શહેરના ૧૩ વોર્ડ અને અન્ય વીસ્તારોમાં રખડતા ભટકતા કુતરાઓનો ત્રાસ દુર કરવા હવે મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કુતરાઓની ખસીકરણ કરવાની આરી ઝુબેશ શરૂ કરશે. તેમ સેવા સદન વર્તુળ દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં કુતરાઓની વસતીને નિયંત્રણ કરવા સેવા સદન દ્વારા આ કાર્યક્રમ આવી પડ્યો છે. સેવા સદન દ્વારા ટેન્ડર પ્રક્રિયા થઈ છે અને આ ટેન્ડર પાલનપુરની યશ એજન્સીને મચે તેવી ધારણા છે.

આવી એજન્સીઓ દ્વારા કતુરાઓની ખસીકરણ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. આ માટે ખાસ ડોકટરો દ્વારા કુતરાઓના ઓપરેશન થશે. એક કતરાની ખસીકરણ કરવા પાછળ એકાદ હજાર રૂપિયાનો ખર્ચ થવાનો સંભવ છે. સેવા સદન દ્વારા પ્રાપ્ત વિગત પ્રમાણે સમગ્ર શહેરમાં કુતરાઓની સંખ્યા પાંચ હજાર ઉપરાંત હોવાનો અંદાજ લગાવાય રહ્યો છે.

કુતરાઓની ખસી કરવાનો આ કાર્યક્રમ એકાદ મહિનામાં ચાલુ કરાય તેમ સેવાસદન દ્વારા વિગત મળે છે. આ કાર્યક્રમ માટેની તૈયારીઓ ચાલી રહી છે.

Previous articleશહેર ભાજપનો અભ્યાસ વર્ગ
Next articleબોટાદનાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્ને ધરણા, રેલી