બોટાદનાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્ને ધરણા, રેલી

734

બોટાદ જિલ્લામાં પંચાયત હસ્તકના જુદી જુદી ૬ કેડરના આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેમના વર્ષો જુના પડતર પ્રશ્ને અંગે નિરાકરણ ન આવતા તેઓ દ્વારા સતત ૪ (ચાર)દિવસથી અચોક્કસ મુદતની હડતાલ પાડી ધરણા પર છે. ત્યારે આજરોજ સાળગપુર રોડથી ખસ રોડ સ્થિત નવી જિલ્લા પંચાયત કચેરી સુધી તમામ કર્મચારીઓ દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવેલ હતી જેમાં કર્મચારીઓ દ્વારા બેનરો તથા પોસ્ટરો દ્વારા પોતાના પડતર પ્રશ્નો દર્શાવવામાં આવ્યા હતા. કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્ને કોી સુત્રોચ્ચાર કર્યા ન હતા. પરંતુ પુલવામાં શહિદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલીના ભાગરૂપે રેલીમાં ‘શહિદ જવાનો અમર રહો અને વીર જવાનો અમર રહો’નું એક માત્ર સુત્ર પોકારવામાં આવેલ. કર્મચારી દ્વારા રેલી બાદ સતત ચોથા દિવસે પણ ધરણા યોજીને પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો સરકાર દ્વારા હજી કોઈ પડતર પ્રશ્ને નિરાકરણ નહી આવે તો ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદશ અનુસાર આગળની રણનીતી મુજબના કાર્યક્રમ આપવામાં આવશે.

Previous articleમ્યુ. આરોગ્ય વિભાગ શહેરમાંથી હવે કુતરાઓનું ખસીકરણ કરશે !
Next articleવેળાવદરની સંત સભામાં મુસ્લિમ બિરાદરના કાર્યની સરાહના કરાઈ