શહેર ભાજપનો અભ્યાસ વર્ગ

489

આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાને લઈને ભાજપ દ્વારા રાજયભરમાં બુથ જીતવાની રણનીતિ અપનાવી છે તેના ભાગરૂપે ભાજપ સંગઠનના પ્રદેશ પ્રભારી મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમાં શહેરના સરદારનગર સ્થિત મેઘાણી ઓડીટોરિયમમાં અભ્યાીસ વર્ગ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી સહિત હોદ્દેદારો, મેયર, નગરસેવકો, વોર્ડ પ્રમુખ – મહામંત્રી, મહિલા મોરચો સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.