વલભીપુર સર્વજ્ઞાતિ સદભાવના ગૃપ દ્વારા શહિદોના આત્માની શાંતિ માટે યજ્ઞ

754

વલભીપુર સર્વજ્ઞાતિ સદભાવના ગૃપ દ્વારા કે.વ.શાનં. ૧ના મેદાનમાં આતંકી હુમલામાં શહીદ થયેલ મોક્ષાર્થે શાંતિ યજ્ઞ તેમજ શોકસભા રાખેલ.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત નગરજનોએ હવનકુંડમાં આહુતિ આપી શાંતિ મંત્રનું ઉચ્ચારણ કરેલ. કેન્ડલ પ્રગટાવી બે મિનિટનું મૌન રાખી શ્રધ્ધાંજલિ પાઠવેલ. કાર્યક્રમ અંતર્ગત દાનપેટીમાં ૬૦૦૦ રૂપિયા જેવું ફંડ પ્રાપ્ત થયેલ. કે.વ.શાનં.-૧ના શિક્ષક હસમુખભાઈ મેરના દિકરા દક્ષ કુમારના જન્મદિન નિમિત્તે પ્રાપ્ત થયેલ ધનરાશિ રૂા. રપ૦૦ વીર શહિદ જવાનોના પરિવારના સહાય માટે અર્પણ કરેલ. આ કાર્યક્રમમાં ટી.ડી.ઓ. કે.પી.પરમાર, નગરપાલિકા પ્રમુખ, ભાજપ આગેવાનો, કોંગ્રેસ આગેવાનો, અન્ય આગેવાનો વલભીપુર તા. પ્રા.શિ. સંઘ પ્રમુખ, પ્રાથમિક શિક્ષકો, બાળકો, સર્વજ્ઞાતિ નગરજનોએ હાજરી આપેલ.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleભુરખિયા હનુમાનજી મંદિરે નેત્રયજ્ઞ