અર્ધનગ્ન થઈ એસ.ટી. કર્મીઓએ દેખાવો કર્યા

909

સાતમા પગાર પંચ સહિતની વિવિધ માંગણી સંદર્ભે લાંબા સમયથી લડત ચલાવી રહેલા ગુજરાત એસ.ટી.ના તમામ કર્મચારીઓ અગાઉથી જાહેર કર્યા મુજબ ગઈકાલ તા.૨૧થી હડતાલ ઉપર ઉતરી ગયા છે આજે બીજા દિવસે પણ એસ.ટી. કર્મચારીઓની હડતાલ યથાવત રહેતા રાજ્યભરની સાથોસાથ ભાવનગર શહેર જિલ્લાનાં મુસાફરો, વિદ્યાર્થીો રઝળી પડ્યા હતા અને ના છુટકે ખાનગી વાહનોમાં ડબલ ભાડા ખર્ચીને મુસાફરી કરવી પડી હતી.

ભાવનગર ડીવીઝનનાં કર્મચારીઓએ આજે એસ.ટી. ડેપો પર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ અને રોષે ભરાયેલ કર્મચારીઓ દ્વારા શર્ટ કાઢી અર્ધનગ્ન થઈને મુખ્યમંત્રી વિરૂધ્ધ છાજીયા લઈને ભારે સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં એસ.ટી.નાં ત્રણેય યુનિયનોનાં આગેવાનો અને કર્મચારીઓ જોડાયા હતા.

એસ.ટી.કર્મચારીઓની હડતાલનાં પગલે વાહન વ્યવહાર જાણે કે ખોરવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવાી પામ્યુ છે. અને એક થી બીજા સ્થળે અપડાઉન કરતા મુસાફરો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ અને ખાસ કરીને ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આજે પણ એકસપ્રેસ સહિત તમામ ટ્રીપો રદ્દ થતા ભાવનગર એસ.ટી. વિભાગને લાખો રૂપીયાની નુકશાની થવા પામેલ જ્યારે ખાનગી બસ ઓપરેટરોને એસ.ટી.એ નક્કી કરેલા દરે મુખ્ય રૂટો ઉપર વાહન ચલાવવા સુચના આપવામાં આવી હોવા છતા કોઈએ વાહનો મુક્યા ન હતા જો કે તાલુકા મથકે પણ એસ.ટી. કર્મચારીઓએ વિરોધ દર્શાવી કાર્યક્રમો યોજયા હતા અને એસ ટી કર્મચારીઓની માંગણી ન સ્વીકારાય ત્યાં સુધી હડતાલ યથાવત રાખવા મક્કમ નિર્ધાર કર્યો છે.

Previous articleશહેરનાં મુસ્લિમ આધેડ ૧૦મી વખત અજમેર સાયકલ યાત્રાએ
Next articleવડલી નજીક અકસ્માતમાં આધેડનું ઘટનાસ્થળે મોત