પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ, ૨૪ કલાકમાં દેશના ૪૦ આર્ટિસ્ટે દેશદાઝના ચિત્રો દોર્યા

967

શહેરની સર્જન આર્ટ ગેલેરીમાં સતત ૨૪ કલાક દેશના ૪૦ આર્ટિસ્ટ્‌સએ દેશદાઝ રજૂ કરતાં ચિત્રો બનાવીને કાશ્મીર-પુલવામાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. જમ્મુના આર્ટિસ્ટ અજય કમવલે અલગ-અલગ ૫ ધર્મોના સ્થંભ બનાવ્યા છે. જેઓ અંદરો-અંદર લડીને ખતમ થઇ રહ્યા હોવાની વાત રજૂ કરી છે. સર્જન આર્ટ ગેલેરી ખાતે આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને ચિત્રો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આયોજન વડોદરાના જાણીતા આર્ટિસ્ટ હિતેષ રાણા અને ક્યુરેટર ડો. કનિકા મોંડલ દ્વારા કરવામાં આવ્યું છે.

ઇવેન્ટમાં વડોદરા સહિત દેશના ૪૦ આર્ટિસ્ટએ ભાગ લીધો છે. પ્રથમ વખત આયોજીત આ ઇવેન્ટમાં આર્ટિસ્ટ્‌સએ શુક્રવારે બપોરે ૧૨ વાગે ૨૦૦ ફૂટના કેનવાસ પર વિવિધ પ્રકારના ચિત્રો બનાવવાની શરૂઆત કરી હતી. જે શુક્રવારે બપોરે ૧૨ કલાકે પૂરા થયા હતા. દરેક આર્ટિસ્ટે પોતાના આર્ટમાં આતંકવાદને ખતમ કરવાની વેદના રજૂ કરી છે.

જમ્મુના આર્ટિસ્ટ અજય કમવલે જણાવ્યું કે, અમે આ ઇવેન્ટ દ્વારા જવાનોને શ્રદ્ધાંજલિ આપવાની તક મળી છે. પરંતુ, આતંકવાદ ખતમ આંતરરાષ્ટ્રીય સ્તરેથી જ ખતમ થઇ શકશે. યુધ્ધ કરવાથી ખતમ થશે નહીં. આતંકવાદીઓને આંતરરાષ્ટ્રીય સ્તરેથી મળતી આર્થિક સહાય તત્કાળ બંધ થવી જોઇએ.

વડોદરાની આર્ટિસ્ટ નિતુ શાહે જણાવ્યું કે, આતંકવાદને ખતમ કરવા માટે એક સંપ થઇને લડીશું તો જ આતંકવાદ ખતમ થશે.

Previous articleમુખ્યમંત્રીએ સુજલામ સુફલામ જળ ઝૂંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
Next article૨૫ ફેબ્રુ.એ બોર્ડની પરીક્ષાના પ્રવેશપત્રો સ્કૂલો પર મળશે