મને શરુઆતથી જ સારા પર ગર્વ હતો : સૈફઅલી ખાન

697

અભિનેત્રી સારા અલી ખાને બૉલીવૂડમાં એન્ટ્રી કરતાની સાથે જ તેના અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે ત્યારે પિતા સૈફ અલી ખાન પણ તેની દીકરીની પ્રશંસા કર્યા વગર ન રહી શક્યો. હાલમાં જ સૈફએ દીકરીના વખાણ કરતા જણાવ્યું હતું કે મને શરૂઆતથી જ સારા પર ગર્વ હતો. અમૃતાએ જે રીતે તેનું પાલન-પોષણ કર્યું છે, તે જોઇને હું ખુશ છું. સારા એક ઇન્ટેલિજન્ટ વ્યક્તિ છે. તેણે કોલંબિયા યુનિવર્સિટીમાં ઍડમિશન લઇને બે વર્ષમાં જ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી લીધું. ફિલ્મ ‘કેદારનાથ’માં સારાનો અભિનય જોઇને હું ઘણો પ્રભાવિત થયો હતો. સારાની અત્યાર સુધીમાં બે ફિલ્મ રિલીઝ થઇ ચૂકી છે. બંને ફિલ્મમાં તેણે દીલથી પાત્ર ભજવ્યા છે.

અભિનયના મામલે સારા તેની માતા અમૃતા પાસેથી સલાહ લે છે. હવે સારા ૯૦ના દશકની કૉમેડી ફિલ્મ ‘કુલી નંબર વન’માં નજરે ચડી શકે છે. આ ફિલ્મમાં તે વરુણ ધવન સાથે કામ કરશે.

Previous articleઅમિતાભ બચ્ચને ‘ગલી બોય’ માટે આલિયા અને સિદ્ધાંતને લેટર લખ્યો
Next articleઅભિનેત્રી નતાશા સુરીને મળી રહેલી ફોન પર ધમકી