દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વાતાવરણમાં પલટોઃ વરસાદી છાંટા પડતા ખેડૂતોમાં ચિંતા

993

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. દ્વારકાના ખંભાળિયા, કલ્યાણપુર પંથકમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. વહેલી સવારથી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે. વરસાદી માહોલ છવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જીરુંની ખેતી કરનાર ખેડૂતો ચિંતિત થયા છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ હાલમાં થોડું ઓછું થયું છે પરંતુ હવામાન વિભાગે ઠંડી વધવાને લઈને આગાહી કરી છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી શકવાની આગાહી કરી છે. ઠંડીની સાથે સાથે પવનની ગતિ પણ ભારે રહેશે તેવું હવામાન ખાતાએ જણાવ્યું છે. ધામલવા, કોડીદ્રા, માથાસૂર્યા, માલજીનજવા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે. મગફળી સહિતના પાકોને નુકશાન થયું છે. ખેડૂતોને પડયા માથે પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે. અમરેલી સહિત ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો, અમરેલી સહિત ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલીના ઈશ્વરીયામાં ભારે પવન સાથે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું. અમરેલી શહેરમાં પણ પવન સાથે વરસાદી છાંટા પડ્યા. કમોસમે કરા સાથે વરસાદ પડતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો ઘાટ થયો છે. એક તરફ વર્ષ માઠુ છે અને તેમાં પણ કરા સાથે વરસાદ પડતા પાકને મોટુ નુકસાન થયું છે. ખેડૂતો પાક લણવાની તૈયારીઓ કરતા હતા.

તે સમયે જ વરસાદ પડતા પાક ધૂળધાણી થયો છે. કપાસ વીણવાની તૈયારી કરતો ખેડૂત હવે કપાસ પાણીમાં જવાથી દુખી છે. મગફળીના પાકનો પણ આવો જ ઘાટ છે.

મગફળીના પાથરા ખેતરમાં પડ્યા છે, ત્યાં વરસાદ પડતા મગફળી પર પાણી ફરી વળ્યું છે.

Previous articleવડોદરાઃ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી કાર્યક્રમમાં વિવાદ, ખેડુતોએ ચાલતી પકડી
Next articleઆધુનિક સુવિધાયુક્ત શહેરો એ જનસુખાકારીની પારાશીશી છે : રૂપાણી